Abtak Media Google News

રસોઈ બનાવતી વેળાએ સર્જાઈ દુર્ઘટના: જાનહાની ટળી

ગોંડલ વોરા કોટડા રોડ પર આવેલ  વિજય નગર માં રહેણાંક મકાન માં રસોઈ બનાવતી વેળાએ ગેસ સિલિન્ડર માં આગ લાગવાની ઘટના સામે આવી હતી આગ ને લઈને ઘરવખરી બળીને ખાખ થવા પામી હતી ફાયર અને ૠઊઇ ટીમ ઘટના સ્થળે પોહચી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ વોરકોટડા રોડ પર આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતા જયદીપભાઈ રમેશભાઈ પરમાર ના મકાન માં જયદીપ ના માતા રસોઈ બનાવતા સમયે એક ગેસ સિલિન્ડર પૂરો થતાં અન્ય ગેસ સિલિન્ડર બદલાવતી સમયે અચાનક આગ લાગી હતી જેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં ઘર માં રહેલી ઘરવખરી બળી ને ખાખ થવા પામી હતી

આગ ના બનાવ ને લઈને લોકો ના ટોળે ટોળા ઉમટ્યા હતા આગ લાગવાની જાણ ગોંડલ ફાયર અને ઙૠટઈક તંત્ર ને થતા તુરંત ઘટના સ્થળે પોહચી હતી અને ફાયર જવાનોએ આગ પર પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને તેમજ ઘર માં રહેલ ગેસ સિલિન્ડર ને બહાર કાઢવામાં આવ્યા હતા આગના બનાવને લઈને મોટી દુર્ઘટના સહેજ માં ટળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.