ગોંડલ-મહિલા પોલીસ મથકમાં પ્રેમલગ્ન કરનાર યુવકે ઝેર ગટગટાવ્યું

પત્નીને તેડી ગયા બાદ બળજબરીથી છૂટાછેડામાં સહી કરાવ્યાના આક્ષેપ સાથે પતિએ કબજો  અપાવવા માંગ

અબતક,જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ

ગોંડલના મહીલા પોલીસ સ્ટેશને ગુંદાસરા રહેતા  યુવાને ઝેરી દવા પી લેતા પોલીસ સ્ટેશન મા ઘડીભર અફડાતફડી મચી જવા પામી હતી.યુવાન ને સારવાર માટે તુરંત સિવિલ હોસ્પિટલ અને બાદ મા ડો.સુખવાલા હોસ્પિટલ ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ બાબરા ના ત્રંબોડા ગામ નો અને છેલ્લા એક વર્ષ થી ગુંદાસરા રહેતો જગદીશભાઈ માધાભાઇ જાદવ ઉ.32 બપોર ના સુમારે મહીલા પોલીસ સ્ટેશને ઘસી જઈ ઝેરી દવા પી લેતા ફરજ પર નો સ્ટાફ અવાચક બની ગયો હતો.બાદ મા પીએસઆઇ કદાવાલા એ યુવાન ને તુરંત સારવાર મા ખસેડ્યો હતો.અલબત્ત પીએસઆઇ કદાવાલાએ કહ્યુ કે યુવાન બહાર થી જ ઝેરી દવા પી ને પોલીસ સ્ટેશને આવ્યો હતો

બનાવ અંગે યુવાન ના ભાઇ એ જણાવ્યુ કે ત્રણ ભાઇઓ ના પરીવાર મા જગદિશ નાનો છે.તેણે પાંચવડાની   યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પતિ પત્નિ એક વર્ષ થી ગુંદાસરા રહેતા હતા.દરમ્યાન અઠવાડીયા પહેલા શ્રાધ હોય યુવતી ના પિતા તેણીને ઘરે લઈ ગયા હતા.બાદ મા જગદીશભાઈ ને પત્નિ ના છુટાછેડા ના પેપસઁ મોકલાવ્યા હોય જગદીશભાઈ પરેશાન હતા.તેમનુ કહેવુ હતુ કે તેની પત્નિ ના માવતરે બળજબરી પુર્વક છુટાછેડા ના પેપર મા તેની પત્નિ ની સહી લેવરાવી છે.મારી નજર સામે મારી પત્નિ સહી કરે તો હુ છુટાછેડા માનુ

દરમ્યાન ગઈ રાત્રે તેની પત્નિ નો ફોન આવ્યો હતો અને મને અહી ત્રાસ આપતા હોઇ છોડાવી જવા નુ જણાવતા જગદીશભાઈ વિહવળ બન્યા હતા.અને  પત્નિ ને તેણી ના માતાપિતા પાસે થી છોડાવવા ની વાત ને લઈ ને પોલીસ મથક મા ઝેર પીધુ હતુ.