Abtak Media Google News

વાઈસ ચેરમેન પદે ધર્મેન્દ્રસિંહ જાડેજાની વરણી: નવ નિયુકત હોદેદારોને શુભકામના પાઠવવા  જનસૈલાબ ઉમટયો

અબતક,રાજકોટ

સૌરાષ્ટ્રના સૌથી મોટા પીઠા પૈકીના  એક એવા ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી માટે આજે  સવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેનનો તાજ અલ્પેશભાઈ ઢોલરિયાને શીરે મૂકવામાં આવ્યો છે. વાઈસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. નવ નિયુકત હોદેદારોને શુભકામના પાઠવવા જનસૈલાબ ઉમટી પડયો હતો.

ગોંડલ માર્કેટ યાર્ડ ના નવા ચેરમેન,વાઇસ ચેરમેન ની આજે યોજાયેલ ચુંટણી મા યુવાઅગ્રણી અલ્પેશભાઈ ઢોલરીયા ચેરમેન તરીકેતથાવાઇસચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહજાડેજા બિનહરીફ ચુંટાયા છે.જુનાગઢ જીલ્લા રજીસ્ટ્રાર ની હાજરી મા માર્કેટ યાર્ડ ખાતે ચુંટણી યોજાઇ હતી.પર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા સહિત ભાજપ ના હોદેદારો,  ની  વિશાળ હાજરી વચ્ચે ચુંટણી યોજાઇ હતી.

ત્રણ વર્ષ ના ના શાસન કાળ દરમ્યાન સતા છોડી રહેલા ચેરમેન ગોપાલભાઈ શિંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિહ જાડેજા એ સચ્યુત ટીમ વર્ક દ્વારા ગોંડલ યાર્ડ ને પ્રગતિશીલ અને મોડલ યાર્ડ બનાવવા સફળ રહયા છે.આ બન્ને શાસકો દશ કરોડ જેવી માતબર રકમ નવા શાસકો ને ભેટ આપતા ગયા છે.તદ ઉપરાંત શાસન કાળ દરમ્યાન શેષ ફી,સબ યાર્ડ,શોપિંગ સેન્ટરો,નવી દુકાનો દ્વારા રુ.67,30,66829 જેવી નોંધનીય આવક કરવા મા સફળ રહયા છે.આવક ની દ્રષ્ટિ એ ગોંડલ યાર્ડ ગુજરાત નુ બીજા નંબર નુ યાર્ડ બન્યુ હોય ગોપાલભાઈ શિંગાળા તથા કનકસિહ જાડેજા ની જોડી એ નવા આયામો નુ સર્જન કર્યુ છે.છેલ્લા ત્રણ વર્ષો મા ખેડુતો ને સુવિધા અને વેપારીઓ ને વ્યાપારમા અનેકગણી વૃધ્ધિ થવા પામી છે.ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્ર નુ અવ્વલ દરજ્જાનુ બનવા પામ્યું છે.જેનો સીધો ફાયદો નવા ચેરમેન ને થશે એ હકીકત છે.

 

ગોંડલના રાજકારણમા ત્રીપુટી યુગનો પ્રારંભ

છેલ્લા કેટલાક સમય થી ગોંડલ ના રાજકીય ફલક પર ઉભરી રહેલી ‘ત્રિપુટી’  પ્રફુલભાઈ ટોળીયા,અશોકભાઈ પિપળીયા તથા અલ્પેશભાઈ ઢોલરીયા પૈકી અશોકભાઈ પિપળીયા ને ભાજપ મોવડી મંડળે નાગરીક બેંક ના ચેરમેન નુ મહત્વ નુ સ્થાન આપ્યા બાદ હવે અલ્પેશભાઈ ઢોલરીયા અગ્રીમ ગણાતાં ગોંડલ માર્કેટ યાર્ડ મા ચેરમેન બનતાં નવા રાજકીય આયામો સાથે ગોંડલ ના રાજકારણ મા ત્રિપુટી યુગ નો પ્રારંભ થવા પામ્યો છે.

 

રાજકોટ, જેતપુર, ઉપલેટા અને ધોરાજી યાર્ડના ચેરમેન – વા. ચેરમેન માટે ભાજપ કાલે લેશે સેન્સ

સેન્સ બાદ નામો હાઇ કમાન્ડને મોકલી દેવાશે: પદાધિકારીઓના નામ સિધા પ્રદેશથી આવશે

રાજકોટ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન નકકી કરવા માટે ભાજપ દ્વારા આવતીકાલે ચૂંટાયેલા સભ્યોની સેન્સ લેવામાં આવશે. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી, જિલ્લા પ્રભારી, સંસદસભ્ય અને ધારાસભ્ય દ્વારા સેન્સ લેવામાં આવશે ત્યારબાદ નામો હાઇ કમાન્ડ સમક્ષ મોકલી આપવામાં આવશે. ચેરમેન અને વાઇસ ચેરમેનના નામો સિઘ્ધાં જ પ્રદેશમાંથી આવશે.

રાજકોટ જિલ્લાના વિવિધ માકેટીંગ યાર્ડની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો જવલંત વિજય થયો છે. ગુજરાત સરકારે ર ડિસેમ્બરના રોજ ચેરમેન, વા.ચેરમેનની ચુંટણીનું જાહેરનામુ બહાર પાડેલ છે. તે અનુસંધાને રાજકોટ જીલ્લા માકેટીંગ યાર્ડોના વિજેતા ઉમેદવારોમાંથી ચેરમેન, વા. ચેરમેનની પસંદગી માટે તા.ર7મી એ ગોંડલ માકેટીંગ યાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ સેન્સ પ્રક્રિયા જીલ્લા ભાજપ અઘ્યક્ષ મનસુખભાઇ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ અને પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા તથા શ્રીમતિ રક્ષાબેન બોળીયાની વિશેષ ઉ5સ્થિતિમાં તેમજ જીલ્લા ભાજપા મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા તેમજ ધારાસભ્યો, સાંસદસભ્યો ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપાના મોવડી મંડળની સુચના મુજબ નિરીક્ષકો વિજેતા સભ્યોની સેન્સ લેશે.

ગોંડલ માકેટીંગ યાર્ડ ખાતે જેતપુર માકેટીંગ યાર્ડની સવારે 10 કલાકે ઉપલેટા માકેટીંગ યાર્ડની સવારે 10.30 કલાકે, ધોરાજી માકેટીંગ યાર્ડની સવારે 11 કલાકે અને રાજકોટ માકેટીંગ યાર્ડની બપોરે 11.30 કલાકે સેન્સ લેવામાં આવશે.

રાજકોટ જીલ્લા ભાજપાના સંગઠન દ્વારા લેવાયેલ સેન્સ પ્રક્રિયા  બાદ ચેરમેન- વા.ચેરમેનના નામોની ગુજરાત પ્રદેશ ભાજપા નામાવલી મોકલવામાં આવશે.

ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા ચેરમેન-વા.ચેરમેનની પસંદગી કરવામાં આવશે. તમામ ચુંટાયેલા સભ્યોને પ્રદેશ ભાજપા દ્વારા લેખીતમાં વ્હીપ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.