ગોંડલ માકેટીંગ યાર્ડના વેપારીઓને લાખોનો ચુનો ચોપડનાર ઠગ ગોવાથી ઝડપાયો

અબતક, જીતેન્દ્ર આચાર્ય

ગોંડલ

ગોંડલ માર્કેટ યાડઁમાં પેઢી ચલાવતાં વેપારી એ યાડઁનાં સિતેર થી વધું અન્ય વેપારીઓ પાસે થી મગ,ચણા સહીતની જણસીઓ ખરીદી લાખો રૂપિયા નો ધુંબો મારી પલાયન થઇ જતાં પોલીસે ગોવા બીચ પર ટહેલી રહેલાં ચિટર વેપારીને જડપી લઇ કાયઁ વાહી હાથ ધરી છે.ગોંડલ થી નાશી ને આ વેપારી ગોવા રહેતાં તેનાં મિત્ર ને ત્યાં રોકાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ નાં કોઠારીયા રોડ પર રહેતાં અને ગોંડલ માર્કેટ યાડઁ માં રાધાકૃષ્ણ કોર્પોરેશન નામે પેઢી ચલાવતાં રાહુલ રમેશભાઈ વામજા એ યાડઁ નાં ચોવીસ જેટલાં વેપારીઓ પાસે થી મગ,ચણા સહીત ની જણસી ઓ ની ખરીદી કર્યા બાદ વેપારીઓ ને પૈસા આપવાં માં ગલ્લાંતલ્લાં કરી આખરે અંદાજે રું સિતેર લાખ થી વધુ રકમ નો ધુંબો મારી નાશી જતાં એ’કાદ માસ પહેલાં ની ઘટનાં માં તે સમયે વેપારીઓ દ્વારા સીટી પોલીસ માં ફરીયાદ થવાં પામી હતી.

રાહુલ વામજા એ ખરીદી બદલ કેટલાક વેપારીઓ ને ચેક આપ્યા હતા.પણ બેલેન્સ નાં અભાવે રિટનઁ થયાં હતાં.આમ માત્ર છ મહીના થી યાડઁ માં પેઢી ખોલી વેપારી બનેલાં રાહુલ વામજા  લાખો ની છેતરપીંડી કરી પલાયન થઇ ગયો હતો.

બનાવ અંગે પીએસઆઇ ગોલવાલકર,પુનીતભાઇ અગ્રાવત તથાં રાજદિપસિહ ચુડાસમા સહીત ની ટીમે નાશી છુટેલાં રાહુલ ને શોધવાં તપાસ નાં ચક્રો ગતિમાન કર્યા હતા.યાડઁ નાં કમીશન એજન્ટ એસોસિએશન નાં પ્રમુખ યોગેશ કિયાડા તથાં વેપારી ઘેલાભાઇ ડોબરીયા પણ પોલીસ ને મદદરુપ બનતાં ગુપ્ત બાતમી નાં આધારે રાહુલ નું પગેરું છેક ગોવા હોવાનું બહાર આવતાં પીએસઆઇ ગોલવાલકર સહીત ની ટીમ ગોવા દોડી ગઇ હતી અને બીચ ઉપર થી રાહુલ ને જડપી લઇ ગોંડલ લાવી પુછપરછ શરું કરી છે.રાહુલે પોતાનો મોબાઈલ સ્વિચઑફ કરી દિધો હોય લોકાશન ટ્રેસ કરવું મુશ્કેલ હતું.પરંતું પોલીસે ગુપ્ત રાહે તપાસ નાં ચક્રો ગતિમાન કરતાં ગોવા થી રાહુલ ઝડપાઇ ગયો હતો.

આ ગઠીયાએ સીતેર થી પચ્ચોતેર વેપારીઓ સાથે છેતરપીંડી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ તપાસમાં વધું કેટલીક છેતરપીંડીઓ બહાર આવે તેવી શક્યતા છે.પોલીસ દ્વારા ત્વરિત્વ કાયઁવાહી કરી ચિટર વેપારી ને જડપી લેવાયો હોય માર્કેટીંગ યાડઁ નાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા તથાં વેપારીઓ દ્વારા પીએસઆઇ ગોલવાલકર તથાં તેની ટીમ નું સન્માન કરી સરાહના કરાઇ હતી