Abtak Media Google News

રજાના દિવસમાં પણ બંને યુવાનો લોકો માટે આરોગ્યલક્ષી કામગીરી કરે છે

ગોંડલના અર્બન હેલ્થના કર્મચારીઓ ઉમદા કાર્ય કરી રહ્યા છે. ઘેર ઘેર જઈને લોકોની ખબર અંતર પૂછીને આરોગ્ય લક્ષી કામગીરી કરે છે.તેમને જનતાએ ‘સલામ’ કરીને ધન્યવાદ પાઠવ્યા છે.

અર્બન હેલ્થ ઓફીસ ના કર્મચારી અને આ વિસ્તારના ઘરે ઘરે જઈ લોકોને,નાગરીકોને તેમને કોઈ આરોગ્યલક્ષી તકલીફ તો નથી તેની માહિતી એકઠી કરે છે.

આ બન્ને યુવાન પોતાનું કામ ખુબ નિષ્ઠા થી કરતા હતા. તેમની નિષ્ઠા,તેમના વિભાગ ના અધિકારીઓ,ડોકટર્સ અને સમગ્ર સ્ટાફ રવીવાર ની રજા માં આપણાં આરોગ્ય ની તકેદારી રાખવા, આપણને સૂરક્ષિત રાખવા પોતાની ફરજ બજાવી રહ્યા છે.

ગોંડલ બ્લોક હેલ્થ ઓફિસર ડો. જી. પી. ગોયલ બીએચઓ, ડો. દિવ્યા પદમાણી એમ.ઓ. અને તેમનો સમગ્ર આરોગ્ય સ્ટાફ અત્યારે કોઈપણ જાતની રજા રાખ્યા વિના અવિરત આપણાં આરોગ્ય માટે સતત કાર્ય કરી રહ્યા છે,ત્યારે આપણે પણ સમજદારી બતાવી તેમની આ કામગીરીમા સહભાગી થવું જોઈએ, માસ્ક પહેરીને જ બહાર નીકળીએ, હેલ્થ ડિસ્ટન્સ રાખીયે,સતત હાથ ધોવાની તકેદારી રાખીયે અને આ કોરોના વોરિયર્સ ને મદદરૂપ થઈએ એજ સમજદાર નાગરિક તરીકે ની ફરજ છે. આ આરોગ્ય કર્મચારીઓ, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, નગરસેવા સદન વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જનતાએ ‘સલામ’ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.