ગોંડલ સંપ્રદાયના અનશન આરાધિકા પૂ. ભાગ્યવંતાજી મ.સ.ની કાલે ર9મી પુણ્યતિથિ

ભાવિકો તપત્યાગ સાથે દેવલોકગમન પૂ. ભાગ્યવંતાજી મ.સ.ના આત્માને ગુણસભર ગુણાંજલિ પાઠવશે

 

અબતક, રાજકોટ

ઈ.સ.1992નું વષે રાજકોટ જૈન સમાજના ઈતિહાસમાં યાદગાર રહેલ.રાજકોટની ધન્ય ધરા ઉપર ગોંડલ સંપ્રદાયના 7 સંતો તથા 85 પૂ.સતિવૃંદ કુલ 92 સંત – સતિજીઓનું સમૂહ ચાતુર્માસ થયું હતું.તપ સમ્રાટ તપોધની પૂ. રતિલાલજી મ.સા.,વાણી ભૂષણ પૂ.ગિરીશચંદ્રજી મ.સા.,આગમ દિવાકર પૂ.જનકમુનિ મ.સા.આદિ સાત સંતો જૈન ભુવનમાં તથા મોટા સંઘ સંચાલિત સરદાર નગર ઉપાશ્રયે 85 મહાસતિજીઓબીરાજમાન હતાં.ચાતુર્માસના એ દિવસો દરમ્યાન જ્ઞાન, દશેન, ચારિત્ર અને તપની હેલી વરસી રહી હતી.પ્રવચન શ્રવણ કરવા હજારો ભાવિકો ઉપસ્થિત રહેતાં હતાં. ભામાશા સ્વ.રમણીકલાલ નાગરદાસ શાહ પરિવારની સેવા ભક્તિ પણ અજોડ હતી.ચતુર્વિધ સંઘ તપ ધમેની આરાધના અને ઉપાસનામાં ઉત્સાહ ભેર જોડાયા હતા. પૂજય બા સ્વામીના હૂલામણા નામે ઓળખાતા પૂ.ભાગ્યવંતાજી મ.સ.ના અંતરમાં પડેલી વર્ષોની ભાવના મૂર્તિમંત બનવાના દિવસો આવી ગયા. તેઓએ 26 માં ઉપવાસે પુણ્યશાળી અને ભાગ્યશાળી એવી રાજકોટ, સરદાર નગર ઉપાશ્રયની તીથે ભૂમિ ઉપર તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના મુખેથી સંથારાના પચ્ચખાણ અંગીકાર કરી આત્મ ભાવમાં લીન બની ગયાં. સંથારાના સમાચાર વાયુ વેગે દેશ – દેશાવરમાં પ્રસરી ગયાં. દિન – પ્રતિદિન ભાવિકો અનશન આરાધિકાના દશેન માટે ઉમટી પડતાં.રીક્ષામાં બેઠેલા મુસાફરે રીક્ષાવાળા કાકાને પુછ્યુ કે આ લાંબી લાઈન શેની છે? કાકાએ જવાબ આપેલ કે વાણિયાના પૂંજ દેવ થવાના છે એટલે તેના દશેને આ બધા લાઈનમાં ઉભા છે. અજૈન લોકોનાં મનમાં પણ આ આત્મા પ્રત્યે પૂજનીય ભાવ હતાં કે આ આત્મા દેવ થવાનો છે.લાંબી,લાં…..બી કતારોમાં એકદમ શિસ્ત સાથે ભાવિકો દશેન કરી ભાવ વિભોર થઈ જતાં.દશેનાર્થીઓની શિસ્ત નિહાળી તે સમયના કલેકટર જગદીશને પણ જૈન સમાજની પ્રશંસા કરેલ.એ સમયે પ્ર નગર પોલીસ સ્ટેશનમાં સી.પી.દલાલ પી.આઈ. હતાં. જૈન હોવાને કારણે બંદોબસ્તની વિશેષ જવાબદારી પોલીસ કમિશ્નરીએ તેઓના શિરે સોંપેલ.દલાલ એક શ્રાવક તરીકે તથા પોલીસ ઈન્સપેકટર તરીકેની બેવડી ફરજ અને કતેવ્ય કાબિલેતારીફ નિભાવી હતી.

વલસાડ,મગોદ પ્રાણધામ ખાતે સ્થિરવાસ બીરાજમાન ગોંડલ સંપ્રદાય વરિષ્ઠા પૂ.પ્રાણકુવરબાઈ મ.સ.એ મનોજ ડેલીવાળાને જણાવેલ કે અનશન આરાધિકા પૂ.ભાગ્યવંતાજી મ.સ.ની સમતા જબરદસ્ત હતી.તેઓ સદા પ્રભુ મસ્તીમાં જ મસ્ત રહેતાં.અનશન પૂર્વે પણ આ આત્માએ 101 આયંબિલ, સળંગ 99 એકાસણા,,છકાઈ,અઠ્ઠાઈ વગેરે અનેક નાની – મોટી તપ સાધના કરી આત્માને તપના સંસ્કારોથી ભાવિત કરેલ.ગૃહસ્થાશ્રમાં પણ તેઓએ 13 વષે સુધી વરસી તપની સુંદર આરાધના કરેલ. આ સંસ્કાર તેઓના રત્નકુક્ષિણી માતુશ્રી જેકુંવરબેન તથા ઉપકારી ધમે પ્રિય પિતા ઝવેરચંદભાઈ રૂપાણી પરિવારમાંથી પ્રાપ્ત થયેલ. તેઓનો જન્મ જુનાગઢ જિલ્લાના મહંતની પીપળી ગામમાં વિ.સં.1971 જેઠ સુદ પાચમના થયેલ.ખાખરીયા નિવાસી જુઠાભાઈ ઘેલાણીના સુપુત્ર ફુલચંદભાઈ સાથે પ્રભાબેન લગ્ન ગ્રંથિથી જોડાયેલ.ચાર પુત્રો અને એક પુત્રી સાથે દામ્પત્ય જીવન વ્યતિત કરી રહ્યાં હતાં. અચાનક ફુલચંદભાઈનું દેહાવસાન થયું. જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો.ગોં.સં.ના અખંડ સેવાભાવી સ્વ.પૂ.ભદ્રાબાઈ મ.સ.એ સમયે કહ્યું કે બસ,આનું નામ જ સંસાર.કમેની આ જ વિચિત્રતા છે.ઉદયનો સહષે સ્વીકાર કરી આત્માને ધમેમાં જોડી દયો.વિ.સં.2029 મુંબઈ મલાડ ચાતુર્માસમાં પૂ.ભદ્રાબાઈ મ.સ.ના સત્સંગથી તેઓ વૈરાગ્યવાસિત બન્યાં.બીજા જ વર્ષે વિ.સં.2030 વૈ.સુદ દશમ તા.1/5/1974 ના શુભ દિને મુંબઈ મલાડ સંઘમાં તપોધની પૂ.રતિલાલજી મ.સા.ના શ્રીમુખેથી દેવોને પણ દલેભ એવો કરેમિ ભંતેનો પાઠ – દિક્ષા મંત્ર ભણી પ્રવજ્યા પંથે પ્રયાણ કર્યુ. પ્રભાબેનમાંથી પૂ.ભાગ્યવંતાજી મ.સ.નામકરણ થયું. એક સાથે નવ – નવ હળુ કર્મી આત્માઓનો સંયમ મહોત્સવ મલાડમાં ઉજવાયેલ. દિક્ષાને દિવસે તેઓના મુખાર વિંદમાંથી શબ્દો સરી પડેલ કે… દેવ,ગુરુ અને ધમેની કૃપાથી મારા એક પછી એક મનોરથ પૂણે થઈ રહ્યાં છે. બસ,હવે આ ભવમાં ત્રીજો મનોરથ પણ પૂણે થાય તેવી ભાવના ભાવુ છું.

” જીવવું ખાટે પણ મરવું દેવાધિદેવની પાટે “…

જન્મ ભલે સૂતા – સૂતા થયો પરંતુ મૃત્યુ તો બેઠા – બેઠા જ થવું જોઈએ.જન્મ વખતે ભલે કદાચ બે પાંચ વ્યક્તિ હાજર હોય પરંતુ મારા પંડિત મરણની ઘડીએ ચતુર્વિધ સંઘની ઉપસ્થિત હોય.ખરેખર, આ ભાવ તેઓના રાજકોટ ઈ.સ.1992 ના સમૂહ ઐતિહાસિક ચાતુર્માસમાં અનશન વ્રત અંગીકાર કરી ચરિતાર્થ થયા.પૂ.ભાગ્યવંતાજી મ.સ.એ પૂ.ગુરુણી મૈયા સાથે મુંબઈ પાર્લાથી લઈ સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાતુર્માસ કર્યા. પૂ.અજીતાજી મ.સ.એ પોતાના અનુભવની વાત કરતાં કહ્યું કે સહવર્તી નાના – નાના સાધ્વીજીઓને સંયમ માગેમાં પૂ.ભાગ્યવંતાજી મ.સ.સહાયક બનતાં. દરેક ઉપર અનહદ વાત્સલ્ય વરસાવે જેથી તેઓ પૂ.બા સ્વામી તરીકે સુવિખ્યાત બન્યા. તેઓએ નિડર વકતા પૂ.ધનકુંવરબાઈ મ.સ.ની પણ અગ્લાન ભાવે સેવા – વૈયાવચ્ચ કરી તેઓના કૃપા પાત્ર બનેલ.પૂ.બા સ્વામીના અનશન વ્રતના દિવસો દરમ્યાન કડાયા સાધ્વીજી તરીકે પૂ.ઉષાબાઈ સ્વામી તથા પૂ.બા સ્વામીના ગુરુણી મૈયા અખંડ સેવાભાવી પૂ.ભદ્રાબાઈ મ.સ.રહેલ.દરેક પૂ.મહાસતિજીઓએ પણ અનશન આરાધક આત્માની અંતરના અહોભાવથી અનુમોદના કરી વિવિધ સેવા કાર્યોમાં સહાયક બનતા.59 – 59 દિવસ અનશન વ્રત ચાલેલ.60 માં દિવસની વહેલી સવારે 5:05 પાંચને પાંચ મિનિટે તેઓએ પંડિત મરણને પ્રાપ્ત કરી દેવલોકગમન કર્યું. મૃત્યુને ખરેખર તેઓએ મહોત્સવ બનાવ્યું.

નમસ્કાર મહા મંત્રનું સ્મરણ ચાલુ હોય,ચત્તારી શરણં પવજ્જામિના પ્રચંડ નાદ ગૂંજતા હોય.જગતના દરેક જીવાત્માઓને ખમાવી,દિવ્ય અને ભવ્ય ધમેમય માહોલમાં આ દેહરૂપી પિંજરમાંથી આત્મા વિદાય લે તેનાથી બીજી શ્રેષ્ઠ ક્ષણ કઈ હોય શકે ?વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાન્તભાઈ શેઠે જણાવ્યું કે પૂ.બા સ્વામીની પાલખી યાત્રામાં માનવ મહેરામણ કિડિયારાની જેમ સ્વયંભૂ ભક્તિ ભાવે ઉમટી પડેલ.જય જય નંદા,જય જય ભદ્દાના પ્રચંડ જયઘોષથી રાજકોટ ગૂંજી ઉઠેલ.એ દિવસો ખરેખર અવિસ્મરણીય બની ગયાં.સંથારાના એ દિવસો દરમ્યાન અનેક સેવાભાવીઓએ સરાહનીય સેવા પ્રદાન કરેલ. અનશન આરાધિકા પૂ.ભાગ્યવંતાજી મ.સ.ના દિવ્ય આત્માને ભાવસભર ભાવાંજલિ,ગુણસભર ગુણાંજલિ…