ગોંડલ: લગ્ન ઘેલા સગીરનો આપઘાત, લગ્ન માટે ઉતાવળ કરતા પરિવારજનોએ ઠપકો આપ્યો તો ઝેર ગટગટાવી લીધું

0
132

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતા લગ્ન ઘેલા સગીરે ઝેરી દવા ગટગટાવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લગ્નની ઉતાવળ કરતા તરુણને પરિવારજનોએ ઠપકો આપતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘોઘાવદર ગામે રહેતા અને ખેતીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારના એક સગીરે ઝેરી દવા પી લેતા અત્રે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળતી વિગત મુજબ તરુણે લગ્ન કરવાની જીદ પકડી હોય અને જેના કારણે પરિવાર સામે સગીરે ધમપછાડા કરતા પરિવારજનોએ સગીરને ઠપકો આપ્યો હતો. જેના કારણે સગીરને માઠું લાગતા ઝેર પી જીવન ટૂંકાવ્યાનો પ્રયાસ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here