Abtak Media Google News

અબતક-ગોંડલ – જીતેન્દ્ર આચાર્ય, :ગોંડલ શહેર ના સૈનિક સોસાયટી વિસ્તાર માં આશરે 7 વર્ષ ની દીકરી રાજેશ્વરી ના પિતા એ ઘણા સમય પહેલા આપઘાત કરી જીવન ટૂંકાવ્યું દીકરી સમજણી  થાય એ  પહેલાં ” માં” ક્યારેય મમતા ન છોડે પરંતુ કળિયુગના  સમય માં માતા એ પણ દીકરીને તરછોડી બીજે લગ્ન કર્યા… રાજેશ્વરી નોંધારી બનતા તેમના વૃદ્ધ દાદી ની સાથે નાનકડા ઝૂંપડા માં રહે છે અને આર્થિક પરિસ્થિતિ પણ ખુબજ દયનિય છે.

દીકરી ના ભવિસ્ય અને ભણતર નો પણ પ્રશ્ન હોય આ વાત ગોંડલ ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા તથા નગરપાલિકા દંડક રાજેન્દ્રસિંહ જાડેજા  ને ધ્યાને આવતા  તાત્કાલિક રાજકોટ સમાજ સુરક્ષા વિભાગના અધિકારી મિલન પંડિત  તથા દવે   ને સ્થળ વિઝીટ કરાવી સરકાર ની ” પાલક માતા પિતા યોજના” અંતર્ગત  દર મહિને રૂ.3000/ પેન્શન દીકરી 18 વર્ષ ની થાય ત્યાં સુધી ચાલુ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

આ સાથે ‘ ટિમ ગણેશ’ દ્વારા રાજેશ્વરી નો  અભ્યાસ નો ખર્ચ તથા અન્ય પરચુરણ  ખર્ચ પણ ઉઠાવવાનું ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા તથા અગ્રણીઓ   એ નક્કી કર્યું છે. આ તકે સેવાભાવી ભીખુભા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.”ટિમ ગણેશ”* એ સાચા અર્થ માં એક દીકરી ને મદદ કરી નવરાત્રિ ની ઉજવણી કરી હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.