ગોંડલ: બાળકના હાથે મતદાનનો વાયરલ વિડીયોએ તંત્રની આબરૂના લીરા ઉંડયા

ગોંડલમાં ચૂંટણી નિયમોના ઉડ્યા લીરેલીરા, બુથમાં બાળકના હાથે મતદાન કરાવતો વિડિયો વાયરલ:ઇન્સ્ટાગ્રામ મા મુકેલો વિડીયો સોશ્યલ મીડીયા મા વાયરલ થયો:ગોંડલમાં બાળક મત આપતો વીડિયો વાયરલ થયો છે. મતદાન બુથમાં નાના બાળકના હાથે મતદાન કરાયું નુ દેખાય છે.

ગોંડલમાં ભાજપને મત આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મતદાન બુથમાં નાના બાળકને હાથે મતદાન કરાય છે. ગોંડલ વિધાનસભા બેઠક ઇવીએમ માં ભાજપને મત આપતો વિડીયોથી ખળભળાટ મચી ગઈ છે. મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે, તે છતાં કેમ વિડીયો ઉતર્યો તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. નાના બાળકને હાથે મત નંખાવી નિયમનું ઉલ્લંઘન કરાયુ છે.

મહત્વનું છે કે, ગોંડલમાં ચૂંટણી નિયમોના લીરેલીરા ઉડ્યા છે. ભાજપને મત આપતો વીડિયોથી ચારેબાજુ ચર્ચા જાગી છે. મતદાન બુથમાં બાળકના હાથે મતદાન કરાવાઈ રહ્યું છે. આજે સવારથી સોશિયલ મીડિયામાં ઇવીએમ માં મત આપતો વીડિયો વાયરલ થયો છે.