Abtak Media Google News

ગામમાં છેલ્લા 15 દિવસથી અડધા દિવસના લોકડાઉનમાં પરિણામ ન મળતા વિરોધ પક્ષની રજૂઆતને સરપંચે અમલમાં લીધી હતી.

ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોનો હાહાકાર મચી જવા પામ્યો છે.ગામમા મૃત્યું આંકમાં પણ વધારો જોવા મળ્યો છે.કોરોનાને લઈને દેરડી(કુંભાજી) ગામે છેલ્લા 15 દિવસથી બપોરના 1 વાગ્યા બાદ ગ્રામ પંચાયત દ્વારા દેરડી(કુંભાજી)માં લોકડાઉન કરવામાં આવ્યું હતું.પરંતું ગોંડલ તાલુકાના મોટા ગામો પૈકીના ગામોમાં ગણના પામતા દેરડી(કુંભાજી) ગામ સાથે ગોંડલ તાલુકા ઉપરાંત આજુબાજુના અમરેલી જિલ્લાના 35 ગામો તબબી સેવા તેમજ વેપાર ઉદ્યોગ, ખરીદી માટે સંકળાયેલા હોવાથી દેરડી(કુંભાજી) ગામમાં લોકોની વ્યાપક પ્રમાણમાં અવરજવર રહેતી હતી.અને કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા ન હતા.જેમને લઈને દેરડી(કુંભાજી) ગામે સંપૂર્ણ લોકડાઉનની જરૂરિયાત ઉભી થવા પામી હતી.

આ અંગે ગ્રામ પંચાયતના વિરોધ પક્ષના સભ્યો દ્વારા દેરડી(કુંભાજી)ગામના સરપંચ શૈલેષભાઈ ખાતરાને મૌખિક રજૂઆત કરીને ગામમાં તાત્કાલિક સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરતા સરપંચે બીજા જ દિવસે ઈમરજન્સી ગ્રામ પંચાયતની મિટીંગ બોલાવી હતી અને મિટીંગમાં સર્વાનુમતે ફરતો ઠરાવ કરીને આજ રોજ બપોર બાદ 3 વાગ્યાથી તારીખ-3થી આગામી તારીખ 10 સુધી ગામમાં 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે.

દેરડી(કુંભાજી) ગામે સાત દિવસના સંપૂર્ણ લોકડાઉન અંગે તેમનું કડક પાલન કરાવવા માટે તાલુકા મેજિસ્ટ્રેટ તેમજ પોલીસ સહિતના લોકોને સરપંચ દ્વારા પત્ર પાઠવીને અમલ કરવાનું જણાવ્યુ છે.ત્યારે ત્યારે દેરડી(કુંભાજી) ગામે હોસ્પિટલ,મેડીકલ ઈમરજન્સી સુવિધા રાબેતા મુજબ અને દુધની ડેરી સવારના 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી અને સાંજના 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી તેમજ ફ્રુટના વેપારીઓને સવારથી બપોરના 1:00 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે.આ સાથે દેરડી(કુંભાજી) ગામે ઈમરજન્સી સુવિધાઓ સિવાયની તમામ સુવિધાઓ બંધ રાખ્યાની સાથે તબીબી સેવા માટે ગામમાં બહારથી આવતા અન્ય ગામના લોકોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.આ ઉપરાંત દેરડી(કુંભાજી) ગામે ઘણા લોકો ખાનગી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની મહામારી વચ્ચે વ્યાપક પ્રમાણમાં દર્દીઓ આવતા હોવાથી ગામની તમામ ખાનગી સરકારી હોસ્પિટલો,મેડીકલ સ્ટોર સહિતની વસ્તુઓ રોજીંદા સેનીટાઈઝર કરવાની માંગ કરતા સરપંચ સહિત તમામ લોકોએ સ્વીકારીને તેમનો પણ અમલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.અને ગામમાં આજથી 7 દિવસના સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.