Abtak Media Google News

ગોંડલ પંથકમાં મરચાની બોરીઓ નદીમાં ફેંકતો વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થવા પામ્યો છે.ત્યારે આ વિડીયો ગોંડલ પંથકનો હોવાની વિગતો સામે આવી છે.વિડીયોમાં એક ખેડૂત પોતાના વાહન નંબર ૠઉં ઘ3 ઇટ 1769 માંથી મરચાની બોરીઓ પૂલ નીચે ફેંકી રહ્યો છે.

પૂલ નીચે મરચા ફેંકતો શખ્સ રોષ વ્યક્ત કરતા કોઈ દિવસ મરચા ન વાવતાનું કહી રહ્યો છે.ત્યારે સોશિયલ મિડિયામાં વાયરલ થયેલ આ આ વિડીયો  ગોંડલના કમઢીયા અને શ્રીનાથગઢ વચ્ચે આવેલ ભાદર નદીના પૂલનો હોવાની વિગતો સામે આવી છે.ત્યારે ખેડૂતને મરચાના પોષણક્ષમ ભાવો ન મળતા મરચા ન છૂટકે નદીમાં ફેંકી દેવા પડ્યા હોવાનું પણ લોકોમાં બોલાઈ રહ્યું છે.

હાલ માર્કેટ યાડઁ માં લીલાં મરચાં નો ભાવ એક કિલો નાં માત્ર રુ.બે બોલાઇ રહ્યો છે.ચાનિયા,702,તેજા સહીત હાઇબ્રીડ મરચાં નું મબલક વાવેતર થયું હોય પુષ્કળ પ્રમાણમાં આવક થવાં પામી છે.જેને પગલે મરચાં ’હડુહડુ’થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.