ગોંડલ: દેરડી કુંભાજીમાં સપ્તાહ માટે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર, વર્તમાન પરિસ્થિતિને જોતા લેવાયો નિર્ણય

0
109

30 દિવસમાં 30થી વધુ લોકોના મોત: લોકોમાં અરેરાટી

સપ્તાહ માટે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરતી ગ્રામ પંચાયત-ગ્રામજનો

ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે એપ્રિલ માસ દરમિયાન કોરોના ના કેસ વ્યાપક પ્રમાણમાં નોંધાયા હતા લોકો દ્વારા સરકારી ગાઇડ લાઈન અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પણ પહેરવામાં આવ્યા હતા તેમ છતાં પણ ગામમાં 30થી વધુ લોકોના નિધન થતા શોકનું વાતાવરણ ફેલાવા પામ્યું  છે. વર્તમાન પરિસ્થિતિ જોઈને એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન  ની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ દેરડી કુંભાજી  તાલુકા પંચાયતના સદસ્ય ચિરાગભાઈ ગોળ દ્વારા  ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના કહેરથી દેરડી કુંભાજી ગામ પણ બચવા પામ્યું નથી એપ્રિલ માસમાં 30થી વધુ લોકોના મોત નિપજ્યા છે ગામમાં શોકનો માહોલ ફેલાયો છે.

કોરોના ને કારણે  નાગજીભાઈ ગોધવીયા, લાભુબેન પાનસુરીયા, શૈલેષભાઈ નરોડીયા, ધીરુભાઈ ગોળ, અનિતાબેન પદમાણી, વિઠ્ઠલભાઈ ખાતરા, રંમજુબ બફક્ષય વામજા સુરેશભાઈ ગોળ ઘુસાભાઇ ગોળ જયશ્રી બેન ભટ્ટ શારદાબેન ખાખરા નાગજી ભાઈ પાનસુરીયા શ્રી પ્રસાદ શુકલ જેન્તીભાઇ સાવલીયા ભાવિનભાઈ કાંતાબેન વામજા રમેશભાઈ ગોજારીયા ગોદાવરીબેન બોકરવાડીયા તેમજ શિવલાલભાઈ દોંગા સહિતનાઓના નિધન થયા છે, પરિસ્થિતિ દિવસેને દિવસે વધી રહી હોય સોમવારથી સોમવાર એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.

દેરડી કુંભાજી માં સ્ટુડિયો નું કામ કરતાં ભાવિનભાઈ રવજીભાઇ વિસાવડિયા તેમજ તેમના કાકા જેન્તીભાઈ વિસાવડીયા ને કોરોના ભરખી જતા વિસાવડીયા પરિવાર પર આભ તુટી જવા પામ્યુ છે ભાવિનભાઈ ના પિતા રવજીભાઈ ગોંડલ જુના માર્કેટીંગ યાર્ડના કર્મચારી છે અને ભાવિનભાઈ ને સંતાનમાં બે વર્ષનો પુત્ર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here