Abtak Media Google News

ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં  26 દેશના યુવાઓએ તાલીમ લીધી 

સંસ્થાના સંસ્થાપક રમેશભાઈ તથા નાનજીભાઈ રૂપારેલીયા યુવાધનને આત્મનિર્ભર બનાવવાની ટ્રેનીંગ આઠ વર્ષથી આપી રહ્યા છે અને 20 એકર જમીનમાં જૈવિક કૃષિ રહ્યા છે 

આજનું યુવાધન જ્યારે ભારતીય સંસ્કૃતિના શિખર સમાન ગાય તથા કૃષિથી દૂર જઈ રહ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે, અંગ્રેજી કલ્ચરમાં અને ભારતીય શિક્ષણ પદ્ધતિમાં એવું બાળ માનસમાં ફસાવવામાં આવે છે કે ગૌપાલન અને કૃષિ આ બંને કામને બહુ જ સામાન્ય અને નીચલી ગુણવતાના કામ છે. તેવું યુવાનો અને યુવતીઓને સ્કૂલોના ભણતરમાં શિખવાડવામાં આવતું હોય અને જ્યારે અંતના ભણતરમાં એવું શીખવાડવામાં આવે કે, ભણતર પૂરું થાય એટલે યુવાન-યુવતીઓ જોબ શોધવાનું કામ ચાલુ કરે અને માત્ર જોબ કરવા માટેનું જ ભણાવવામાં આવે છે એવું સમાજમાં પ્રસ્થાપિત થઈ ગયું છે ત્યારે આવા વિકટ સમયમાં એક ખરેખરમાં રાષ્ટ્રની ચિંતા કરનારી સંસ્થા – શ્રી ગીર ગૌ કૃષિ જતન સંસ્થાન ના સંસ્થાપક રમેશભાઈ વેલજીભાઈ રૂપારેલીયા અને નાનજીભાઈ વેલજીભાઈ રુપારેલીયા તથા સહ પરિવાર ગામ થી દૂર જંગલમાં રાજકોટ જિલ્લાના ગોંડલ ગામથી વોરા કોટડા રોડ તરફ એક ગૌ શાળામાં શોષણ મુક્ત ગૌપાલન અને શોષણ મુક્ત ગૌ આધારિત વ્યવસાય ની સમગ્ર દેશના અને પરદેશના યુવા અને યુવતીઓને તાલીમ આપી યુવાધનને આત્મનિર્ભર બનાવવાની ટ્રેનીંગ છેલ્લા આઠ વર્ષથી આપી રહ્યા છે તેમજ ભારતીય દેશી ઉતમ ગીર ઓલાદની 200 જેટલી શ્રેષ્ઠત્તમ ગૌમાતાનું દાન ધર્માદા વગર પાલન પોષણ કરી રહ્યા છે તેમજ 20 એકર જેટલી જમીનમાં 14 વર્ષથી ગૌ આધારિત કૃષિ એટલે કે જૈવિક કૃષિ કરી રહ્યા છે અને કૃષિ ઉત્પાદન તેમજ પંચગવ્ય ગૌ ઉત્પાદને વિશ્વના 123 જેટલા દેશોમાં ઓનપેપર સીધું વેબસાઇટના મધ્યમ દ્વારા (ૂૂૂ.લશભિજ્ઞૂભફયિ.જ્ઞલિ) વેચાણ કરી રહ્યા છે જે દેશના ખેડૂતો માટે અને ગોપાલકો માટે એક ઉત્તમ નમૂના અને પ્રેરણાદાયી ગણાય તેમજ આ સંસ્થા દ્વારા સફળ અને સારામાં સારું ગૌપાલન કેમ થાય. ઓછામાં ઓછા ખર્ચથી અને ગાયોની ઘરેલુ ચિકિત્સા કેમ થાય તે સમયમાં આયુર્વેદિક ઔષધી અને ઘરેલુ ઉપાય કેવી રીતે થાય તેની હિન્દીમાં ઇંગ્લિશમાં આને ગુજરાતીમાં આવી સરળ ભાષાઓમાં 26 જેટલા દેશના 9000 યુવા યુવતીઓને ટ્રેનિંગ આપી છે

સંપૂર્ણ અનુભવનું જ્ઞાન ઝીરો થી લઇને અમેરિકામાં એક્સપોર્ટ કરવા સુધીનો શોષણમુક્ત બિઝનેસની પણ બહુ સરળ રીતે ટ્રેનીંગ આપાતી હોય એવી ભારતની આ સંસ્થા છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર ભારત ની વાત કરી રહ્યા હોય ત્યારે આ સંસ્થા છેલ્લા આઠ વર્ષથી આવું કામ કરતી હોય અને આ સંસ્થાના સંસ્થાપક અધ્યક્ષ રમેશભાઇ રૂપારેલીયા હંમેશા યુવાનોને રોજગારી આપવાના હિમાયતી રહ્યા છે અને કામ કરી રહ્યા છે જે સમાજ માટે પ્રેરણા રૂપ અને માર્ગદર્શક રૂપ ગણાય

રમેશભાઇ રૂપારેલીયા નો એક અદ્ભુત સંકલ્પ છે કે આવતા છ મહિનાથી એક વર્ષમાં પ્રતિદિન પાંચ હજાર ડોલરનો પંચગવ્ય ગૌ ઉત્પાદનોની નિકાસ કરવી અને આવા પ્રતિદિન પાંચ હજાર ડોલરનો નિકાસ કરી શકે તેવા એક કરોડ ગૌ પાલકો અને કિશાનો ભારતમાં નિર્માણ કરવા જેથી ભારતને આર્થિક રૂપે મોટામાં મોટી મજબૂતી આપી શકે અને ભારતનો ગ્રામ્ય જીવનને રોજગારી આપી શકે આપણા દેશમાં કૃષિ પ્રધાન દેશ છે ભારતીય સંસ્કૃતિનું હૃદય ગ્રામ્ય જીવન છે ત્યારે આવા સરસ પ્રયત્નો કરી અને ગામને આર્થિક સમૃદ્ધિ અને ઉદ્યોગના આધાર બનાવવામાં આવે તો ભારતીય કૃષિ અને ગૌપાલન ખરેખર કરોડો લોકોના રોજગારી નો આધાર બની શકે અને આપણે સર્વે ભારતવાસીઓએ પોત પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી અને પોતપોતાના સ્થળ પર આ પ્રકારના માર્ગદર્શન (તાલીમ) કેન્દ્ર ખોલી એકમેકને મદદરૂપ થઇ અને ખૂબ સારા માં સારી ભાવનાથી આવું કામ કરવું જોઈએ જેથી કરીને ગ્રામ્ય મજબૂત થાય ગોપાલન મજબૂત થાય અને કૃષિ મજબૂત થાય દુનિયા ગમે તેટલી ડિજિટલ બની જાય 3જી, 4જી કે પછી 5જી બની જાય પરંતુ ઘઉંનો દાણો તેમજ શાકભાજી માત્રને માત્ર ખેતરમાં જ થવાનું છે ત્યારે આરોગ્ય નો આધાર ગૌમાતાનું દૂધ માત્ર ગાયને તેના આંચળમાં જ બનવાનું છે તો મિત્રો જેટલું ડીજીટલાઇઝેશન જરૂરી છે એટલું સાથે-સાથે કૃષિ ગોપાલન અને પ્રકૃતિને પર્યાવરણનું જતન કરવું જરૂરી છે જો આ સમયાંતરે નહીં થાય તો ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, પ્રકૃતિ અને ગૌમાતા બચાવવી અશક્ય છે માટે સૌ સાથે મળી અને આવું ઉત્તમ કાર્ય કરીએ અને એકબીજાના સહયોગ થી રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવીએ ભારતને આર્થિક સમૃદ્ધિના અને આવનારા સમયમાં મને જ્યારે દેખાય છે ત્યારે આવનારા સમયમાં જ્યારે અત્યંત ભણેલા લોકો બેકાર બનશે ત્યારે ખેતરો સામે પડ્યા હશે, પરંતુ જ્ઞાન ના અભાવના કારણે તે યુવાન વ્યક્તિ ગૌપાલન કે કૃષિ નહીં કરી શકે. ત્યારે ખુબ જ દુ:ખદ પરિસ્થિતિનું નિર્માણ થશે. માટે ગૌપાલન અને ગૌ આધારિત કૃષિ પ્રકૃતિ પર્યાવરણ સંસ્કૃતિ આવા દુર્લભ જ્ઞાનને પરંપરાગત સાચવીને આગળ વધારવું ખૂબ જરૂરી છે આવી સંસ્થાઓને મદદ રૂપ થઇ આ સંસ્થાના માધ્યમથી ગોપાલન વૈદિક ગોપાલન નામની એક મોબાઈલ આા. પણ ખોલવામાં આવી છે જે ભારતના ખેતી કરતા બધા જ પ્રાંતોને આવરી ને બાર ભાષામાં ઉપલબ્ધ છે જે વિશ્વની પ્રથમ મોબાઈલ એપ છે જેમાંથી લાખો-કરોડો લોકો માર્ગદર્શન મેળવે છે આ સંસ્થા દ્વારા એક youtube chenal: GIR GAU KRUSHI JATAN SANSTHAN નામની ચેનલ પણ ચલાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.