Abtak Media Google News

યુસીમાસ સ્ટેટ લેવલ સ્પર્ધામાં ગોંડલનો 10 વર્ષનો ટાબરીયો ચેમ્પિયન

યુસીમાસ સ્ટેટ લેવલ ની ઓનલાઇન કોમ્પિટિશન માં સમગ્ર ગુજરાત ના 950 થી વિધાયર્થીઓ વચ્ચેની સ્પર્ધમાં  ગોંડલ ના હોનહાર 6 બાળકોએ પોતાનું અનોખું કૌવત દર્શાવી ને કોઈ પ્રકાર ના ઇલેક્ટ્રોનિક સાધન કે કેલ્ક્યુલટર ની મદદ વગર પલક ઝપકવતા 10 મિનિટમાં 200 દાખલા ગણ્યા હતા.

3 કેટેગરીમાં 10 વર્ષ ના જોશી સમર્થ મનીષભાઈ  સમગ્ર ગુજરાત ચેમ્પિયન બન્યો છે. વડોદરા ના મેયર શ્રી કેયુર રોકડીયા અને યુસીમાસ ઇન્ડિયા ના ડાયરેકટર ડો.સ્નેહલ કારીયા દ્વારા સમર્થ ને  અને તેના પિતા મનીષભાઈ જોશી ને ચેમ્પિયન ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા માં આવ્યો.આ તકે સિમ્પલ સર અને  દિવ્યેશભાઈ સાવલિયા પણ બાળક ને બિરદાવવા હાજર રહ્યા હતા.

ગોંડલના પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર ના 6 બાળકોએ નાની ઉંમરે પોતાની પ્રતિભા બતાવી ને  ઓનલાઈન સોફ્ટવેર પર પોતાની મહારથ હાંસલ કરેલ છે અને આ   6 ટાબરીયાઓ એ કોરોના ની આ મહામારી વચ્ચે પોતાની મન અને મગજ ની ક્ષમતાઓ સિદ્ધ કરેલ છે.

આ સુપર 6 બાળકો ને તૈયાર કરનાર પરફેક્ટ કલાસીસ ના  માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા  સાથે આ સ્પર્ધા અને બાળકો ની ક્ષમતા  અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે હવે ભવિષ્ય ની જરૂરિયાત ને ધ્યાન માં રાખી ને બાળકો ને તૈયાર કરવા પડશે. માત્ર ગોખણિયું શિક્ષણ જ નહીં પરંતુ સતત બદલાતી જતી ટેક્નોલોજી ને ધ્યાનમાં રાખી બાળકો ને કઈક અલગ આપવું જ પડશે..

ગણિત જરાય અઘરું નથી અને એમાં પણ જો અબેકસ ના ઉપયોગ થી બાળકો ને તૈયાર કરવા માં આવે તો બાળકો નો ઝડપ , એકાગ્રતા , તર્ક શક્તિ , વિઝન , વિઝ્યુઅલાઈઝેશન બધું જ ડેવલપ થાય છે.બાળકોની આંતરિક પ્રતિભાને ખીલવવા અને તેમના માં રહેલી શક્તિઓ ને બહાર લાવવા જો પ્રયત્નો થાય તો દરેક બાળક પોતાની રીતે અદભુત જ છે. આજે ગોંડલમાં એવા પણ બાળકો છે કે જે માત્ર 2 મિનિટ ની અંદર 100 ગુણાકાર ખૂબ જ સરળતા થી કરી આપે છે.

આ પ્રકાર ની તાલીમ બાળકો ને ભવિષ્ય માં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં તૈયારી માટે ખૂબ જ મદદરૂપ થઇ સકશે.આ બાળકો એ નાની ઉંમરે આ મહારથ મેળવી ને લોકો ને અચંબિત કરેલ છે. આ બાળકો ને રજનીસભાઈ રાજપરા અને ઈશાની ભટ્ટ દવારા તાલીમ આપી ને તૈયાર કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.