Abtak Media Google News

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે રોજબરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી આમ આદમી ત્રસ્ત છે.પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને પગલે દરેક વસ્તુમાં કઠોળ સીંગતેલ તમામ ક્ષેત્રોમાં તોતિંગ ભાવ વધારો થયો છે. કાળઝાળ મોંઘવારી થી રાજ્યની પ્રજા બેહાલ છે. ત્યારે કેન્દ્ર સરકારની પોતાના સાત વર્ષની ઉપલબ્ધિ માં ગુજરાત રાજ્યની પ્રજાને પેટ્રોલ-ડીઝલ પર નો વેટ ઘટાડે અને રાહત આપે તે જરૂરી છે. હાલમાં ઓઇલ કંપનીઓને ભાવ વધારો કરવાની છૂટ મળતા એક વર્ષમાં રૂપિયા 22 અને ચાલુ માસમાં પંદર વખત વધારો થી પ્રજાની કમર તોડી નાખી છે.

તેમ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા , શહેર કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ તલાટીયા, લોકસંસદ વિચાર મંચના ધીરુભાઈ ભરવાડે આક્રોશ સાથે જણાવ્યું છે.

વર્ષ 2014માં કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી 9.48 રૂપિયા હતી જે આજે 33 રૂપિયા થઈ છે. પેટ્રોલ-ડીઝલ પર સરકાર પ્રજાનાં ખિસ્સાં ખંખેરી પોતાના ખિસ્સા ભરી રહી છે. ક્રૂડના ભાવ તળિયે હોવા છતાં પ્રજાને રાહત આપવાના બદલે છેલ્લા એક વર્ષમાં મહામારીમાં પણ રૂપિયા 22 જેટલો પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવ વધારો કરાયો છે. જે સરકારની અને ઓઇલ કંપનીઓની સાઠ-ગાઠ બતાવે છે અને સરકારની અણ આવડત છતી કરે છે.

તેઓએ ઉમેર્યું હતું કે,2014 પહેલા એનડીએ સરકારમાં પેટ્રોલ-ડીઝલના અને રાંધણ ગેસના ભાવ વધારા પ્રશ્ને હોબાળો કરી વિરોધ કરતાં શાસકોએ મોંઘવારી ના પ્રશ્ને ભારત બંધ એલાન આપેલ પરંતુ આજે સત્તાધીશોના શાસનકાળમાં મોંઘવારી બેકાબુ બની છે. વિકાસ આડો ફાટ્યો છે અને ’અચ્છે દિન’ નું ટેટુ છેતરામણુ સાબિત થયું છે.

અચ્છે દિનના સપનાઓ ચકનાચૂર બની ગયા છે. પેટ્રોલ-ડીઝલ રાંધણગેસ મોંઘવારીમા ભાજપના પેપર ટાઈગરોની બોલતી બંધ થઈ ગઈ છે અને આવા પેપર ટાઈગર ભુગર્ભમા જતા રહ્યા છે. ખરેખર અચ્છે દિન આમ પ્રજાને બદલે ભાજપના આગેવાનોને ફળ્યા છે.

ભાજપે સતા પર આવતા પહેલા કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલમા અમો સરકાર માં આવશુ તો વેરામાં ઘટાડો કરશું તેવું વચન આપ્યું હતું. પરંતુ હાલ વેરામાં ઘટાડાના વચનનું સૂરસૂરીયુ થયું છે અને ભાજપ એ વાત ભૂલી ગયો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.