ગુડ ફ્રાઇડે: સેન્સેકસ 57 હજાર નિફટી 17 હજારને પાર

શેર બજારમાં તેજીની હેટ્રીક: ડોલર સામે રૂપિયામાં સોલીડ મજબૂતી રોકાણકારોમાં ભારે ખુશાલી

અમેરિકા દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવતા વિશ્ર્વભરના રોકાણકારો ભારત તરફ વળે તેવી આશા ઉભી થવા ભારતીય શેરબજારમાં ફરી આગ ભભૂકતી તેજીનો નવેસરથી દોર શરુ થવા પામ્યો છે. સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં આજે સેન્સેકસે 57 હજાર અને નિફટીએ 17 હજારની સપાટી ઓળંગી હતી.

અમેરીકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ જોરદાર મજબૂતાઇ જોવા મળી હતી. બુલીયન બજારમાં બે તરફી માહોલ રહ્યો હતો. સોનાના ભાવમાં ઘટાડો રહ્યો હતો. જયારે ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો હતો.

ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસથી ચાલી આવતી તેજી આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત રહેવા પામી હતી. અમેરીકી ડોલર સામે  ભારતીય રૂપિયો મજબૂત બનતા શેર બેનરમાં તેજી શરુ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા વ્યાજદરમાં સતત વધારો કરવામાં આવી રહ્યા છે. અને અમેરિકામાં મંદી જોવા મળી રહી છે. જેના કારણે વિશ્ર્વભરના રોકાણકારો ભારતીય શેર બજાર તરફ વળે તેવી શકયતા પણ વર્તાય  રહી છે. જેના કારણે બજારમાં તેજીને વ્યાપ મળી રહ્યું છે. આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં ઉઘડતી બજારે સેન્સેકસે 57 હજારની સપાટી ઓળંગી હતી અને ઇન્ફા ડેમાં 57531.75 ની સપાટી હાંસલ કરી લીધી હતી. જયારે નિફટીએ પણ 17 હજારની સપાટી સપાટી ઓળંગતા 17141.75 ની ઇન્ફાડે સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી.

આજની તેજીમાં ટાટા સ્ટીલ, એસબીઆઇ લાઇફ ડો. લાલ પેથલેબ, ટીવીએસ મોટર, બજાર ફાઇનાન્સ, બજાજ ફિન સર્વ સહીતની કંપનીના શેરોના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. જયારે શ્રીરામ ટ્રાન્સપોર્ટ, નિયોન ડો. રીડીઝ લેબ નેવી કંપનીના શેરોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બુલીયન બજારમાં મિશ્ર માહોલ રહ્યો છે.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 486 પોઇન્ટના ઉછાળા સાથે 57344 અને નિફટી 163 પોઇન્ટના ઉછાળા સાથે 1709ર પોઇન્ટ પર કામકાજ  કરી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 5ર પૈસાની મજબૂતી સાથે 79.ર4 પર ટ્રેક કરી રહ્યો છે.