Abtak Media Google News

નિફ્ટીએ ૧૬૮ પોઇન્ટ ના ઉછાળા સાથે ૧૫,૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી:બેન્કિંગ સેક્ટરમાં જબરી તેજી

આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેર બજારમાં તેજીનું વાવાઝોડું ફૂંકાયું હોય તેમ ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા જોવા મળ્યા હતા. સેન્સેકસે ફરી ૫૦,૦૦૦ની,નિફ્ટી ૧૫,૦૦૦ પોઈન્ટની સપાટી ઓળંગી હતી.સતત તેજીના પગલે રોકાણકારોમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી.

આજે સપ્તાહના અંતિમ દિવસે મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા.વૈશ્વિક બજારોમાં તેજી અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં જોવા મળેલી મજબૂતાઇના પગલે તેજી સતત મજબૂત થવા પામી હતી.રોકાણકારોએ પણ તેજીના વીશ્વાસ સાથે ખરીદીનો દોર ચાલુ રાખ્યો હતો.આજે ઇન્ટ્રા ડેમાં ફરી સેન્સેક્સે એક વખત ૫૦,૦૦૦ પોઇન્ટની સપાટી ઓળંગવામાં સફળ રહ્યો હતો નિફ્ટીએ પણ ૧૫,૦૦૦ પોઈન્ટની સપાટી ઓળંગી હતી સેન્સેક્સ અને નિફ્ટીની સાથે બેંક નિફ્ટીમાં પણ ૬૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બુલિયન બજારમાં નરમાશ વર્તાય હતી અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે દસ પૈસા જેટલો મજબૂત બન્યો હતો. આજની તેજીમાં ઇન્ડુસઈન્ડ બેંક, આઇસીઆઇસીઆઈ બેંક,એચડીએફસી સહિતની બેંકોના શેરોના ભાવમાં ઉછાળો રહ્યો હતો.ભારેખમ તેજીમાં પણ ઓઇલ કંપની જેવી કે આઈઓસી,પાવર ગ્રીડમાં ઘટાડો દેખાય હતો સવારથી શરૂ થયેલી તેજી દિવસ દરમિયાન જળવાઈ રહે તેવું લાગી રહ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૫૯૭ પોઇન્ટના ઉછાળા સાથે ૫૦૧૬૨ અને નિફ્ટી ૧૬૮ પોઇન્ટના ઉછાળા સાથે ૧૫૦૭૪ પર કામકાજ કરી રહી છે.જ્યારે ડોલર સામે રૂપિયો ૧૦ પૈસાની મજબૂતી સાથે ૭૩ પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.