Abtak Media Google News

ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફટીમાં જોરદાર ઉછાળો: ડોલર સામે રૂપિયામાં પણ મજબૂતાય

ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે તેજીનો સંચાર થયો હતો, ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફટીમાં જોરદાર ઉછાળા જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રુપિયામાં પણ તેજી જોવા મળી હતી. બૂલીયન બજારમાં મંદીનો માહોલ રહ્યો હતો. સતત બીજો દિવસ તેજી રહેવાથી રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હતો.
ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી તેજી-મંદીનો ઉતાર-ચઢાવ રહે છે, સપ્તાહમાં બે દિવસ બજારમાં તેજી રહે છે તો ત્રણ દિવસ મંદીનો માહોલ જોવા મળે છે.

આજે સપ્તાહના અંતિમ દિવસે મુંબઇ શેરબજારના બન્ને આગેવાન ઇન્ડેક્સ જોરદાર ઉછાળા સાથે ખુલ્યા હતા. ઉઘડતી બજારે સેન્કેસ્કે 600થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે 52909.87 પોઇન્ટની સપાટી હાંસલ કરી લીધી હતી.
જ્યારે 52447.25 પોઇન્ટના નીચાળા લેવલ સુધી પહોંચી ગયો હતો જ્યારે નિફટીએ પણ આજે 200 પોઇન્ટના ઉછાળા સાથે 15749.25ની સપાટી હાંસલ કરી હતી અને 15619.30 સુધી નીચે આવી ગઇ હતી, આજની તેજીમાં બેન્ક નિફટી અને નિફટી મીડકેપ ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો
હતો,

ઇન્ફો એડજ, દિશાંત ટેકનોલોજી, દાલમીયા ભારત, બાયોકોન, રિલાયન્સ, મારુતી, સુઝુકી, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સ જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે પેર્સીસેન્ટ, એચપીસીએલ, એલ એન્ડ ટી ઇન્ફોટેક જેવી કંપનીના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 4095 પોઇન્ટના ઉછાળા સાથે 52675 પોઇન્ટ અને નીફટી 139 પોઇન્ટના ઉછાળા સાથે 15695 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રુપિયો બે પૈસાની મજબૂતી સાથે 78.28 પર કામકાજ કરી રહ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.