Abtak Media Google News

પાયલોટ પ્રોજેકટ તરીકે વડોદરામાં કામગીરી શરૂ: રાજકોટના બિલ્ડરો માટે ‘સોનેરી તક’

ઝુંપડપટ્ટીઓને વિસ્થાપિત કરી વિકાસની સાથે શહેરને પણ રૂડું રૂપાળું બનાવી દેવાશે

વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે કે દેશના દરેક લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે તો લોકો માટે સૌથી વધુ જરૂરીયાતની કોઈ ચીજવસ્તુઓ હોય તો તે રોટી-કપડા અને મકાનની છે. કોઈપણ શહેરને સ્માર્ટ સિટી બનાવવું હોય તો શહેરમાં વસતા લોકોની સુખાકારી અને તેઓને રહેવા માટેની સુદ્રઢ વ્યવસ્થા જો ગોઠવવામાં આવે તો તે શહેર સ્માર્ટ સિટી બની શકે છે તો બીજી તરફ શહેરમાં વસતા સ્થળાંતરીત લોકોને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે પણ લોકોની જરૂરીયાતોને ધ્યાને લેવામાં આવતી હોય છે આ તમામ મુદ્દાઓ માટે હવે ગરીબો, પરપ્રાંતિયો અને ભાડુઆતોને એર્ફોડેબલ ઘર અને તેનું ભાડુ પરવડે તે માટે સરકાર બિલ્ડરોને સહાયના ભંડારો ખોલશે.

અર્ફોડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેક્ષના નિર્માણ થવાથી શહેરોમાં જે દબાણ થઈ ગયેલી ઝુંપડપટ્ટીઓ હોય તે પણ દુર થશે અને ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસની સાથો સાથ શહેર પણ રૂડુ રૂપાળુ બનાવવામાં મદદરૂપ સાબિત થશે. હાલ સરકારે અર્ફોડેબલ હાઉસીંગ કોમ્પ્લેક્ષને ધ્યાને લઈ વડોદરા શહેરને પાયલોટ પ્રોજેકટ તરીકે તેનું ચય્યન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના બિલ્ડરો માટે પણ એક સોનેરી અવસર સાબિત થઈ છે. હાઉસીંગ અને અર્બન અફેર મંત્રાલયના મંત્રી હરદિપસિંહ પુરીએ જણાવ્યું છે કે, દેશમાં વસતા આશરે ૩.૫ લાખ લોકોને આ સ્કિમનો લાભ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આ સુઝાવને ૨૪ રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ મંજુરીની મહોર લગાવી છે. બીજી તરફ મંત્રાલયના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા જે કોમ્પ્લેક્ષો છે તેને એર્ફોડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેક્ષમાં રૂપાંતરીત કરવામાં આવશે તથા નવા બિલ્ડરો કે જે આ સ્કિમમાં સહભાગી થવા માંગતા હોય તો સરકાર તેઓને અનેકવિધ રીતે સહાયો પુરી પાડશે જેમાં એફએસઆઈ, પ્રોજેકટ ફાયનાન્સ, ઈન્ફ્રાસ્ટ્રકચર કોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ ૨૪ રાજયોએ અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ એમઓયુ ઉપર હસ્તાક્ષર પણ કરી દીધેલા છે.

અત્યાર સુધી આવાસ યોજનાનું નિર્માણ સરકાર દ્વારા જ કરવામાં આવતું હતું પરંતુ હવે આ ક્ષેત્રે ખાનગી બિલ્ડરોને સ્થાન આપવા અને તેઓનો લાભ લેવા માટે સરકારે પહેલ હાથધરી છે. એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, ખાનગી બિલ્ડરો આ સ્કિમનો જો લાભ લ્યે તો નિરાશશ્રિતોને અનેકવિધ સુવિધાઓ મળવાપાત્ર રહેશે સાથો સાથ શહેરનો પણ વિકાસ પુર ઝડપે થતો જોવા મળશે. શહેરના વિકાસ માટે ઝુંપડપટ્ટીઓનો નિકાલ કરવો અત્યંત જરૂરી છે ત્યારે જો આપણે માત્ર રાજકોટ શહેરની જ વાત કરીએ તો શહેરમાં ઘણીખરી ઝુંપડપટ્ટીઓ રહેલી છે સાથો સાથ પરપ્રાંતિય મજુરોનો આંકડો પણ ઘણોખરો વધુ જોવા મળી રહ્યો છે. એવી જ રીતે રાજકોટ શહેરમાં ભાડુઆતોની સંખ્યા પણ એટલી જ વધુ છે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે અર્ફોડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પલેક્ષ બનાવવામાં આવે તો આ તમામ ક્ષેત્રના લોકોને ઘણોખરો ફાયદો પહોંચતો થઈ જશે અને શહેર સ્માર્ટ સિટી તરફ અગ્રેસર પણ થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.