Abtak Media Google News
  • પ્લેટફોર્મ સર્વિસ ચેનલોને મળશે માન્યતા : બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થશે: સ્ટેલાઈટ ચેનલોની જેમ કેબલ મારફતે ચાલતી ચેનલોને પણ હવે પ્રોગ્રામ અને એડવર્ટાઇઝિંગ કોડ અપાશે
  •  કેબલ ચેનલો માટે અચ્છે દિન: સેટેલાઈટ ચેનલોને મળતા લાભો હવે કેબલ મારફતે ચાલતી ચેનલોને પણ મળશે

કેબલ દ્વારા ચાલતી ચેનલો માટે સારા સમાચાર કારણ કે સરકાર આ તમામ ચેનલો ને હવે માન્યતા આપવા માટેનું નિર્ધાર કર્યો છે એટલું જ નહીં સરકાર આ તમામ ચેનલો ને જવાબદારી પણ સોપવા માંગે છે. આ વાતને ધ્યાને લઈ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મંત્રાલય દ્વારા પ્લેટફોર્મ સર્વિસ ચેનલ કે જે કેબલ ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવતી હોય તેમના માટે ગાઈડલાઈન રજૂ કરવામાં આવેલી છે. આ તમામ ચેનલો જવાબદારી પૂર્વક ચાલી શકશે અને મળતા લાભો પણ મેળવી શકશે.

અત્યાર સુધી કેબલ મારફતે ચાલતી ચેનલોને માન્યતા આપવામાં આવી ન હતી ત્યારે માત્ર હવે ડીટીએચ પ્લેટફોર્મ પર ચાલતી જ ચેનલો નહીં પરંતુ કેબલ મારફતે ચાલતી ચેનલોને પણ હવે માન્યતા મળશે તે અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં જ કેબલ ઓપરેટરો કે જે ચેનલો ચલાવતા હોય તેમના માટે નિયમો અંગેની નીતિ જાહેર કરી હતી ત્યારે હવે બંને ગ્રુપ માટેના રેકમનડેસન ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલું છે. કેબલના જેમથી ચાલતી ચેનલો ને અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ માન્યતા ન મળ્યું હોવાના કારણે જાહેરખબર તે માંડી જે લાભો અન્ય ચેનલોને મળતા હોય તે મળી શકતા ન હતા સામે આ વાતની નોંધ સરકારે ગંભીરતાથી લેતા હવે અન્ય ચેનલોની જેમ કેબલ મારફતે ચાલતી ચેનલોને પણ એક ઢાંચામાં લઈ લેવાય છે અને તેને માન્યતા આપવા માટેનો નિર્ધાર કર્યો છે. તે હવે દરેક મલ્ટી સિસ્ટમ ઓપરેટર એટલે કે કેબલ ઓપરેટર એ તેમનામાં ચાલતી દરેક ચેનલોને બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ ઉપર રજીસ્ટર કરવાની રહેશે અને જેના માટે સરકારે 1000 રૂપિયા વન ટાઈમ રજીસ્ટ્રેશન ફી પણ નક્કી કરી છે. ઘણી કરાયા બાદ કેબલ ઓપરેટરો ના રજીસ્ટ્રેશન ની જેમ ચેનલોનું રજીસ્ટ્રેશન પણ માન્ય ગણવામાં આવશે.

સરકાર દ્વારા હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીના સચિવ અપૂર્વ ચંદ્રય જણાવ્યું હતું કે, ચાલો દ્વારા કયા પ્રકારના કાર્યક્રમો ચલાવવામાં આવે છે અથવા તો કયા પ્રકારની ગ્રાઉન્ડ એક્ટિવિટી કરવામાં આવે તેના ઉપર યોગ્ય મોનિટરિંગ પણ થઈ શકે.  અત્યાર સુધી આ તમામ ચેનલો પર કોઈ જ નીતિ નિયમો નહતા. ત્યારે હવે કેબલ મારફતે ચાલતી દરેક ચેનલો સરકારના નીતિ નિયમો હેઠળ રહેશે. કેબલ મારફતે ચાલતી ચેનલો માટે હવે કેબલ ઓપરેટર હોય એ પણ તેની સુરક્ષા અંગેની બાહેધરી આપવી પડશે. અત્યાર સુધી સેટેલાઈટ ચેનલને જ પ્રોગ્રામ અને એડવર્ટાઇઝિંગ કોડ આપવામાં આવતો હતો પરંતુ હવે આ કોડ કેબલ દ્વારા ચાલતી ચેનલોને પણ આપવામાં આવશે જે ચેનલો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય. કેબલ ઓપરેટરો મારફતે ચાલતી ચેનલોને કાર્ય કરવામાં ઘણી અગવડતા નો સામનો કરવો પડતો હતો અને વિવિધ જગ્યાઓ ઉપર તેની અસર પણ જોવા મળતી હતી પરંતુ સરકાર દ્વારા જે નવા નીતિ નિયમો અમલી બનાવવામાં આવ્યા છે તેનાથી આ દરેક ચેનલોને મોટા પાયે ફાયદો થશે અને માન્યતા પણ મળશે જેથી હવે કેબલ ચેનલો પણ સેટેલાઈટ ચેનલને સમોવડી ગણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.