Abtak Media Google News

ભારતમાં યોજાનારા ICC T-20 વર્લ્ડ કપ 2021 અંગે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ એક મોટો નિર્ણય લીધો છે. BCCIએ કહ્યું કે વર્લ્ડ કપ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. શુક્રવારે BCCIના ટોચની કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્લ્ડ કપ દરમિયાન કયા શહેરો મેચનું આયોજન કરવામાં આવશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા T -20 વર્લ્ડ કપમાં ભાગ લેવાનો રસ્તો પણ સાફ કરી દેવામાં આવ્યો છે.

વર્લ્ડ કપ નવ શહેરોમાં રમાશે

BCCIની મીટિંગમાં લેવાયા નિર્ણય મુજબ આ વર્લ્ડ કપ નવ શહેરોમાં યોજાશે. ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિવાય દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, ધર્મશાલા, ચેન્નાઈ, બેંગલોર, લખનઉ અને કોલકાતામાં મેચ રમાશે. આ નવ સ્થળોએ મેચ અંગેની તૈયારી બાબતે સૂચના આપવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે આ અંગે હજી અંતિમ નિર્ણય લેવામાં આવશે. કોરોના ચેપની સ્થિતિ ઓક્ટોબર-નવેમ્બરમાં કેવી હશે તેનું અનુમાન લગાવી આગળનો ફેંસલો લેવામાં આવશે.

પાકિસ્તાનની ટીમ અંગે મહત્વનો નિર્ણય

 


BCCIની બેઠકમાં પાકિસ્તાનની ટીમના રમવા અંગે ચર્ચા થઈ હતી. પાકિસ્તાની ખેલાડીઓને ભારત આવવાના વિઝા મળશે. બંને દેશો વચ્ચેના રાજદ્વારી તણાવને કારણે ભારત અને પાકિસ્તાને લાંબા સમયથી દ્વિપક્ષીય ક્રિકેટ રમી નથી. આવી સ્થિતિમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે T-20 વર્લ્ડ કપ અંગે ICC પાસે ખાતરી માંગી હતી કે તેના ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે વિઝા આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.