- મેટ્રોમાં અમદાવાદથી ગાંધીનગર જવું બન્યું વધારે સરળ, આજથી ગિફ્ટ સિટી સુધી જવાની ફ્રિકવન્સી વધારાઈ
- અમદાવાદ-ગાંધીનગરના મુસાફરો માટે ખુશખબર, 15મીથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધી દોડશે મેટ્રો
- APMC-મોટેરા કોરિડોર અને ગિફ્ટ સિટી વચ્ચે ટ્રેનનું સમયપત્રક
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારાઈ, GIFT સિટી સુધી સીધો રૂટ શરૂ. GMRCએ મેટ્રો રેલ સેફ્ટી કમિશનરની પરવાનગી મેળવી. GNLU-GIFT સિટી વચ્ચે દર 30 મિનિટે બસ સેવા.
આજથી એટલે કે, 15 ફેબ્રુઆરીથી અમદાવાદથી ગાંધીનગર અને મોટેરા સ્ટેશન પર પરત ફરવા માટે મેટ્રો ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાની જાહેરાત કરી છે અને APMC – મોટેરા – GNLU – GIFT સિટીનો સીધો રૂટ પણ જાહેર કર્યો છે.
GMRC એ આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેન ફ્રિકવન્સી વધારવાની પરવાનગી મેટ્રો રેલ સેફ્ટી કમિશનર પાસેથી મેળવી લેવામાં આવી છે.
GMRC એ વધુમાં જણાવ્યું હતું કે મુસાફરોને હવે ગાંધીનગરના સેક્ટર-૧ અને GIFT સિટીની મુસાફરી માટે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અથવા GNLU પર મેટ્રો ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. GNLU સ્ટેશન અને GIFT સિટી ઓફિસો વચ્ચે દર 30 મિનિટે બસ સેવાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં PDEU પર પણ સ્ટોપ રહેશે.
— Gujarat Metro Rail Corporation (GMRC) Limited (@MetroGMRC) February 13, 2025
ગાંધીનગરથી છેલ્લી મેટ્રો ટ્રેન 19.21 વાગ્યે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી ઉપડશે.
15 ફેબ્રુઆરી, 2025થી, નીચેના સમયપત્રક મુજબ ટ્રાયલ ધોરણે ટ્રેનો સીધી APMCથી સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી દોડશે.