Abtak Media Google News

VYO દ્વારા ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરાયો

સમર્પણ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે આગામી બેથી ત્રણ દિવસમાં કાર્યરત થવાનો છે. આ ઓક્સિજન પ્લાન્ટની કેપેસિટી દર 1 કલાકે 10 હજાર લિટર ઓક્સિજન પેદા કરવાની કેપેસિટી ધરાવે છે. નોંધનીય છેકે, વીવાયઓ સંસ્થા રૂ.7 કરોડના ખર્ચે 29 ઓક્સિજનના પ્લાન્ટ સમગ્ર ગુજરાતમાં કાર્યરત કરવાની છે.

ગુજરાતમાં કાર્યરત થનારા 9 ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાત સહિત જામનગર ખાતે પણ ઓક્સિજન પ્લાન્ટ સમર્પણ હોસ્પિટલમાં આપવામાં આવ્યો છે. જેની કામગીરી ચાલી રહી છે. અને બે-ત્રણ દિવસમાં આ પ્લાન્ટ કાર્યરત થઈ જશે. ઓક્સિજનની અછતને પહોંચી વળવા સરકારને સહયોગ રૂપ થવાના હેતુથી વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં વીવાયઓ દ્વારા 29 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાની જાહેરાત કરી હતી.

ત્યારે સમર્પણ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ આવી ગયો અને પ્લાન્ટની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને બે ત્રણ દિવસમાં પ્લાન્ટ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. જેમાં ગુજરાતના અલગ અલગ જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં કાર્યરત કરવાનો પ્રયત્ન તેજ બન્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટની કેપેસિટી દર 1 કલાકે દસ હજાર લિટર જેટલી છે. અને એક મિનિટમાં 166 લિટર ઓક્સિજન કેપેસિટી ધરાવતો પ્લાન્ટ મુકવાની કામગીરી હાથ ધરાઈ રહી છે.

જામનગરમાં સમર્પણ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ મુકવામાં આવી રહ્યો છે. તેવું વીવાયઓ આગેવાન વશરામભાઈ ચોવટીયા કૈલાશભાઈ રામોલિયા અને સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલા અને ભાયાભાઈએ જણાવ્યું હતું. આ ઓક્સિજન પ્લાન્ટ દર્દીઓ માટે સંજીવની રૂપે મળી રહેશે અને દર્દીઓને ખુબ જ ઉપયોગી થશે.

વેક્સિનેશનની ગતિએ વેગ પકડ્યો: 2,15,645 લોકોનું વેક્સિનેશન

Img 20210506 Wa0034 1620293261

શહેરમાં વેક્સીનેશનની પ્રક્રિયા માટે છેલ્લા એક સપ્તાહ દરમિયાન બમણો વેગ આવ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં 45થી ઉપરની વયના કુલ દોઢ લાખ લોકોનું વેકસીનેશન કરી લેવાયું છે. તેમજ 18 વર્ષથી 44 વર્ષની વયના 65,597થી વધુ યુવા વર્ગના લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે. મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન માટેના જુદા જુદા ચાર તબક્કાઓ શરૂ કરી દેવાયા છે. જેમાં અત્યાર સુધીમાં 45 વર્ષથી ઉપરની વયના 1,50,048 તેમજ 18 થી 44 વર્ષની વયના કુલ 65,597 સહિત કુલ 2.15 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરી લેવામાં આવ્યું છે. જેમાં 45 થી 60 વર્ષની વયના અને તેથી ઉપરના 1,03880 લોકોએ વેક્સિન નો પ્રથમ ડોઝ મેળવી લીધો છે, જ્યારે 46,168 લોકોએ બીજો ડોઝ પણ મેળવી લીધો છે. જેમાં ગઈકાલે 1010 લોકોનું વેક્સીનેશન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.