Abtak Media Google News

મેષ (અ,લ,ઈ)The-Future-Of-The-Weekly-Zodiac

આભુષણ તેમજ ઈમીટેશન્સ જવેલરીઝનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભકારી નીવડશે. સાથોસાથ ધંધા હેતું પ્રવાસ પણ કરાવશે. કોસ્મેટીકઝ સંબંધિત તમામ નાના મોટાં ઓદ્યોગિક કે વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભ કારી. ધંધા- વ્યવસાયનાં અધુરા રહી કામ કાજ પુરા થવાંનાં સંયોગો. સ્મોલ મશીનરી ઉદ્યોગ, નાના ઉદ્યોગ તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. તમામ વર્ગના સરકારી કર્મચારી માટે આ સપ્તાહ વધારે કામકાજવાળુ રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ચડાવઉતાર વાળુ સપ્તાહ. નજીકી સગા સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. મહિલા કર્મી ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે લાભદાયી સપ્તાહ. 4 ઓકટોબર સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

The-Future-Of-The-Weekly-Zodiac

સરકારી વિભાગનાં તમામ ઊચ્ચાધિકારીઓ તેમજ કર્મચારીઓ વર્ગ માટે આ સપ્તાહ  હળવું ભાગદોડ ત્થા લાભકારી નીવડશે. દરેક પ્રકારના નાના કે મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ સાનુકુળ પરંતુ દોડધામ વાળું  રહેવાનાં સંજોગો. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ રીલેટેડ એજન્સીઝ, શરાફી પેઢી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડવાંના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક  નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. 7 તથા 8 ઓક્ટો  સામાન્ય રહેશે.

મિથુન (ક,છ,ઘ)

The-Future-Of-The-Weekly-Zodiac

ખાનગી શરાફી પેઢી, નોન બેંકીંગ, ત્થા બેંકીગ ફાયનાંસ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો  ત્થા ખાનગી  મેનેજમેંટ  ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેવાનાં સંયોગો. સલાહ સૂચન, માર્ગ-દર્શન પ્રદાન કરતાં તમામ સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયી રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. છુટક વ્યાપારી તથા નાનાં વ્યાપારીઓ માટે પણ આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ. કુટુંબ પરિવાર તથા સ્નેહીઓ, મિત્રો સાથે પ્રવાસનાં સંયોગો. કૌટુંબિક સુખ શાંતિ વધારો થવાંનાં સંયોગો. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ, સંતાનો, માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. 9 ઓકટો સામાન્ય રહેશે.

કર્ક  (ડ,હ) 

004 1

આ સપ્તાહ દરમ્યાન દોડાદોડી તથા પ્રવાસ, હળવો પરિશ્રમ રહેવાનાં સંયોગો. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે  પ્રવાસ એવમ દોડધામ રહેવાનાં સંયોગો. નાના ઔદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ દરમ્યાન હળવાં સંઘર્ષ સાથે સાનુકુળતા જણાશે. છુટક વ્યાપારી માટે લાભકારી સાથે દોડધામ જણાશે. ખાનગી શૈક્ષણિકનાં જાતકો માટે આ સપ્તાહ પણ સામાન્ય રહેવાંના સંયોગો. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, બરકરાર રહેશે. વિદ્યાર્થીઓ, મહિલાકર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ 3 તથા 4 ઓક્ટો સરેરાશ રહેશે.

સિંહ (મ,ટ)

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ દરમ્યાન ભાગદોડ તથા પ્રવાસની સંભાવનાં.  સરકારી ક્ષેત્રનાં તમામ કર્મચારી માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું  રહેવાંનાં સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી તથા સાનુકુળ નીવડશે. કુટિર ઉદ્યોગનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી તથા નવી નવી તકો વાળું નીવડશે. વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળૂ રહેશે. છુટક વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભકારી ને વ્યસ્ત રહેશે. સગાં, મિત્રો, સ્નેહી તરફથી સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ આનંદમયી રહેશે. 3, 6 ઓકટોબર સામાન્ય રહેશે.

કન્યા (પ,ઠ,ણ)

The-Future-Of-The-Weekly-Zodiac

બ્રાંડેડ રેડીમેડ ગાર્મેંટ્સનાં આઉટલેટનાં જાતકો, તથા ફેશન એસેસરીઝ, શુ વેર્સનાં ઉત્પાદક તથા વિક્રેતા તથા બ્યુટી પાર્લરનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભકારક નીવડશે. વિચારકો, લેખકો, સાહિત્યકારો, પ્રોક્લેમ સેલીબ્રીટી માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ રહેશે.  ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ નીવડશે. મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકારના સંયોગો. વર્કીંગ વૂમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ આરામદાયી ને સુખદાયી નીવડશે. 3 તથા 9 ઓક્ટોબરનાં દિવસો સાધારણ રહેશે.

તુલા  (ર,ત)

The-Future-Of-The-Weekly-Zodiac

ખાનગી શૈક્ષણિક એકમનાં જાતક માટે સપ્તાહ સરેરાશ. સરકારી શૈક્ષણિક એકમનાં શિક્ષકો, કર્મચારીઓ માટે આ સપ્તાહ પ્રમોશનની સંભાવનાં સાથે લાભકારી જણાશે. તમામ ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં તમામ મોટા મોટા એકમના જાતકો માટે અર્ધ લાભકારી સપ્તાહ. છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે સાનુકુળ સપ્તાહ. 6 ઓકટોબર સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)

The-Future-Of-The-Weekly-Zodiac-8

આ સપ્તાહે, જુના કામકાજનો નિકાલ આવશે. સાથે નવા કામકાજ અને તકો મળવાંની સંભાવનાઓ. ભારતનાં દક્ષિણી વિસ્તાર એવમ વિદેશ સાથે સંકળાયેલ ઓદ્યોગિક- વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયક નીવડશે, સાથો સાથો પ્રવાસનાં સંયોગો.  આ સિવાયનાં ઔધોગિક તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ  માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. 4 ઓકટોબર મધ્યમ નીવડશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

009 1

ઓટોમોબાઈલ એક્મનાં જાતકો તથા ધાતુ સંબંધિત સ્પેરપાર્ટસનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તથા હળવુ લાભદાયક રહેશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળું તથા વ્યસ્ત નીવડશે.  નાનાં તથા પરિશ્રમ વાળા  વ્યાપારી એકમનાં જાતકો  માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે. સરકારી ક્ષેત્રનાં તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 7 તથા 8 ઓક્ટોબરનાં દિવસો સાધારણ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર (ખ,જ)

010 1

ફેબ્રીક ફર્નિશીંગ એકમનાં ઓદ્યોગિક ત્થા વાણિજ્ય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  કુટિર તથા નાના ઓદ્યોગિક એકમનાં જાતકો તથા છુટક વ્યાપારીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી. આ સિવાયનાં અન્ય તમામ ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પ્રમોશનનાં સંયોગો. સગાં સ્નેહીઓ તેમજ કુટુંબ-પરિવાર દ્વારા સહકાર યથાવત રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

The-Future-Of-The-Weekly-Zodiac

નાના ઓદ્યોગિક એકમનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સનાં ઓદ્યોગિક–વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. એગ્રીકલ્ચર તથા ડેરી એકમનાં જાતકો માટે લાભકારક સપ્તાહ.  મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે હળવું લાભકર્તા સપ્તાહ. જથ્થાબંધ વ્યાપાર-વણિજ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે.  પરિશ્રમી  વ્યાપારીઓ માટે લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયી. વિદ્યાર્થીઓ, નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે સાનુકુળ  સપ્તાહ. 9 ઓક્ટો સામાન્ય નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન (દ,ચ,ઝ,થ)

012 1

નાના મોટા ઈંડ્સ્ટ્રીયલ એકમ અને પોર્ટ ટ્રાન્સપોર્ટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહે હળવી દોડધામ જણાશે. હેવી  હયુજ અને પરિશ્રમ વાળા દરેક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક જણાશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સરેરાશ નીવડશે. કુટુંબ તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર  યથાવત રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. કેવળ, 4 ઓકટોબરનો દિવસ  સામાન્ય રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.