Abtak Media Google News

સમુદ્રમાં સફર કરવાની મજા જ અલગ હોય છે. તેમાં પણ સીપ્લેનમાં બેસીને સફર કરવીએ એક લાહવો છે. ગુજરાતમાં અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રંટ ખાતે સીપ્લેની સુવિધા શરૂ કરવામાં આવી હતી. હવે તેમાં નવીનતમ અપડેટ એ છે કે ટૂંક સમયમાં દેશના 28 દરિયાઇ માર્ગો પર સી-પ્લેન સેવાઓ પુન સ્થાપિત કરવામાં આવશે. જેનાથી પર્યટન ક્ષેત્રને બોહળા પ્રમાણમાં ફાયદો થશે.

ભારતમાં સમુદ્રી વિમાન સેવાઓના વિકાસ માટે બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે આજે એક MoU(Memorandum of Understanding) પર હસ્તાક્ષર થયા છે. આજે નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં યોજાયેલા MoU હસ્તાક્ષર સમારોહ દરમિયાન બંદરો, શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને નાગરિક ઉડ્ડયનના કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી ઉપસ્થિત રહ્યા હતા.

આ સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કરવાથી સી પ્લેન પ્રોજેક્ટને શરૂ કરવામાં એક અગત્યનું પગલું ગણવામાં આવે છે. આ MoU ભારત સરકારની આરસીએસ-ઉડાન યોજના અંતર્ગત ભારતના પ્રાદેશિક અધિકાર ક્ષેત્રમાં સીપ્લેન સેવાઓનાં સુનિશ્ચિત કામગીરીના વિકાસની કલ્પના કરે છે. MoU મુજબ, દરિયાઇ એરલાઇન્સને સમયસર સુનિશ્ચિત કરવા નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA), બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) અને પર્યટન મંત્રાલય (MoT)ના અધિકારીઓ સાથે સંકલન સમિતિની મદદ રૂપ થશે. જુદા જુદા સ્થળોએ MoCA, MoPSW, SDL (સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ) એજન્સીઓ દ્વારા સૂચવેલ સીપ્લેન ઓપરેટિંગ માર્ગોની કામગીરી પર વિચાર કરશે.

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ‘MoU પર હસ્તાક્ષર કરીને ભારતીય સમુદ્ર અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર બંને માટે આ મહત્વનુ રહેશે. સમુદ્રી વિમાનોના માધ્યમથી પર્યાવરણને અનુકૂળ પરિવહનને વધારી પૂરા દેશમાં પર્યટન ઉદ્યોગને વેગ મળશે.’

MoU કર્યા પછી નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, ‘બંને મંત્રાલયો વચ્ચેનો આ MoU ભારતના નવા જળ વિમાનમથકોના વિકાસને ઝડપી બનાવશે. આ સાથે નવા દરિયાઇ હવા માર્ગોના સંચાલનમાં મદદ કરશે. આ MoUથી ભારતમાં નવી પ્રકારની પર્યટન સેવાને મોટું પ્રોત્સાહન મળશે.’

MoPSW એરક્રાફ્ટના વોટર ફ્રન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરશે અને સમુદ્રી વિમાનોના સંચાલન ને શરૂ કરવા માટે જે પણ સુવિધાઓ વિક્સાવામાં આવશે તેની બધી ગતિવિધિઓને માટે એક સમય મર્યાદા નક્કી કરશે. આ સાથે MoCA, DGCA અને, AAIના સમન્વયમાં આવશ્યક કાયદાકીય મંજૂરી પ્રાપ્ત કરશે.

આ MoU વખતે પ્રદીપસિંહ ખરોલા, સચિવ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ડો. સંજીવ રંજન અને પર્યટન મંત્રાલયના સચિવ અરવિંદસિંઘ અને ભારતના વિમાનમંડળ ઓથોરિટીના અધ્યક્ષ સંજીવ કુમાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.