Abtak Media Google News

મોદી સરકાર ગુજરાતને 1.63 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન આપશે

આગામી 10 દિવસમાં કેન્દ્ર સરકારનો જથ્થો ગુજરાતને મળી જશે

કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને 1,63,500 રેમડેસિવિર ઈન્જેક્શન આપવાનો મોટો નિર્ણય કર્યો છે. આગામી 10 દિવસમાં ઈન્જેક્શનનો આ જથ્થો ગુજરાતને મળશે. ગુજરાતમાં કોરોના કેસોનો વધતાં રેમડેસિવિરની અછત સર્જાઈ છે. અને હાલ રેમડેસિવિર માટે કકળાટ ચાલી રહ્યો છે. આ વચ્ચે જ એક મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને 1,63,500 રેમડેસિવિર ઈન્જેક્શન આપવાનો મોટો નિર્ણય કર્યો છે. આગામી 10 દિવસમાં ઈન્જેક્શનનો આ જથ્થો ગુજરાતને મળશે.

કોરોના વાયરસ પર ગાળિયો કસવા માટે વેક્સિનને જ જરૂરી હથિયાર માનવામાં આવી રહ્યું છે. આની જરૂરિયાત જોતા ભારતમાં પણ હવે 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે વેક્સિનને લઇને લોકોના મનમાં પણ અનેક પ્રશ્નો છે, જેમ કે વેક્સિન લેતા પહેલા જો કોરોનાના લક્ષણ જોવા મળે તો શું કરવું જોઇએ.

કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને 1,63,500 રેમડેસિવિર ઈન્જેક્શન આપવાનો મોટો નિર્ણય કર્યો છે. ઉપરાંત આગામી 10 દિવસમાં ઈન્જેક્શનનો આ જથ્થો ગુજરાતને મળશે. 27 અને 28 એપ્રિલે યોજાનાર ધોરણ 3-8ની સામયિક કસોટી મોકૂફ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. જીસીઈઆરટી દ્વારા આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે. કોરોનાના વધતા ગ્રાફ અને હોસ્પિટલોમાં ઑક્સિજનની સાથે દવાઓની તંગી પર સુપ્રીમ કોર્ટ સખ્ત થઈ ગઈ છે.

કોરોનાના વધતા ગ્રાફ અને હોસ્પિટલોમાં ઑક્સિજનની સાથે દવાઓની તંગી પર સુપ્રીમ કોર્ટ સખ્ત થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે ગુરૂવારના સ્વત: સંજ્ઞાન લેતા કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. કોર્ટે કેન્દ્ર સરકારે પૂછ્યું છે કે તેમની પાસે કોવિડ-19થી પહોંચી વળવા માટે નેશનલ પ્લાન શું છે? કોર્ટે હરીશ સાલ્વેને એમિકસ ક્યૂરી પણ નિયુક્ત કર્યા છે. સુપ્રીમ કોર્ટે ચાર મહત્વના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પાસે પ્લાન માંગ્યો છે. આમાં પહેલા- ઑક્સિજનનો સપ્લાય, બીજો- દવાઓનો સપ્લાય, ત્રીજો- વેક્સિન આપવાની રીત અને પ્રક્રિયા અને ચોથું- લોકડાઉન લગાવવાનો અધિકાર ફક્ત રાજ્ય સરકારને હોય, કોર્ટને નહીં. હવે આ મામલે આગામી સુનાવણી 23 એપ્રિલના એટલે કે આવતીકાલે થશે. દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેર પહેલાથી પણ વધારે ખતરનાક સાબિત થઈ રહી છે. કોરોનાના વધતા કેસને જોતા વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે 11થી 15 મેની વચ્ચે કોરોના પીક પર હશે. એ વૈજ્ઞાનિકોએ ગાણિતિક મોડલ દ્વારા કોરોના સંક્રમણના વધતા કેસ પર જે સ્ટડી કરી છે, તેના પ્રમાણે 15 મેની આસપાસ કોરોનાના એક્ટિવ કેસ 33થી 35 લાખની નજીક પહોંચશે.

બીજી તરફ ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં તેની સીધી અસર ફરીથી શિક્ષણ પર જોવા મળી છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ 3-8ની સામયિક કસોટીને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 27 અને 28 એપ્રિલે યોજાનાર ધોરણ 3-8ની સામયિક કસોટી મોકૂફ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

27 અને 28 એપ્રિલે યોજાનાર ધોરણ 3-8ની સામયિક કસોટી મોકૂફ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. જીસીઈઆરટી દ્વારા આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે. કોરોનાના વધતા ગ્રાફ અને હોસ્પિટલોમાં ઑક્સિજનની સાથે દવાઓની તંગી પર સુપ્રીમ કોર્ટ સખ્ત થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.