ટેસ્ટમાં દિગ્ગ્જ રહેલા, વનડે-ટી20માં નિષ્ફળ ગયેલ મુરલીની ક્રિકેટને અલવિદા

મુરલી વિજયે 61 ટેસ્ટ મેચમાં 3928 રણ બનાવ્યા છે, વનડેમાં નિષ્ફળ રહેલા વિજયે 17 મેચમાં માત્ર 339 રન જ નોંધાવી શક્યો છે

ટેસ્ટમાં દિગ્ગ્જ રહેલા, વનડે-ટી20માં નિષ્ફળ ગયેલ મુરલીની ક્રિકેટને અલવિદા કહી દીધું છે.વિજયને ભારત તરફથી વનડે ફોર્મેટમાં રમવાની વધુ તક મળી ન હતી. પરંતુ તેણે ટેસ્ટ ફોર્મેટની 61 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 12 સદી પણ ફટકારી હતી. વિજયના નામે સ્પેશિયલ ટેસ્ટ રેકોર્ડ નોંધાયેલ છે. ભારત તરફથી રમતા તેણે ચેતેશ્વર પૂજારા સાથે ટેસ્ટમાં બીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીના રેકોર્ડ બનાવ્યો છે.

ફેબ્રુઆરી-માર્ચ 2013માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. આ શ્રેણીની બીજી મેચ 2 માર્ચથી હૈદરાબાદમાં રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટ ગુમાવીને 237 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા માટે મુરલી વિજય અને વીરેન્દ્ર સેહવાગ ઓપનિંગ કરવા આવ્યા હતા. સેહવાગ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. સેહવાગના આઉટ થયા બાદ ચેતેશ્વર પુજારા બેટિંગ કરવા આવ્યો હતો. પુજારા અને વિજય વચ્ચે ઐતિહાસિક ભાગીદારી થઈ હતી. બંનેએ 370 રન બનાવ્યા હતા. ભારત માટે બીજી વિકેટ માટે આ સૌથી મોટી ટેસ્ટ ભાગીદારી હતી.

ભારતીય ક્રિકેટર મુરલી વિજય ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. છેલ્લી વખત તે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. તે છેલ્લે 2019માં ઘરેલુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ જોવા મળ્યો હતો. ત્યારથી તે મેદાનમાંથી ગાયબ છે. ગયા વર્ષે તે ચોક્કસપણે તમિલનાડુ પ્રીમિયર લીગ રમ્યો હતો પરંતુ તે આઇપીએલમાંથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરી શક્યો ન હતો. થોડા દિવસ પહેલા તેણે આ અંગે બીસીસીઆઈ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.મુરલી વિજય અત્યારે 38 વર્ષનો છે. તેણે ભારત માટે 61 ટેસ્ટ મેચ રમી હતી. અહીં તેણે 3928 રન બનાવ્યા. તેણે ભારત માટે 17 વનડે પણ રમી છે. અહીં તે માત્ર 339 રન જ બનાવી શક્યો હતો. એક સમયે તેનું બેટ IPLમાં પણ જોરદાર ગરજતું હતું. આઇપીએલ 2010માં, તેણે 15 મેચોમાં 156.84ની આશ્ચર્યજનક સ્ટ્રાઈક રેટ અને 35.23ની એવરેજથી 458 રન બનાવ્યા. તે છેલ્લે 2020માં આઇપીએલ રમ્યો હતો.