લાંબા સમય બાદ પ્રોફેસરો માટે આવ્યા ખુશીના સમાચાર

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સાતમાં પગારપંચની માંગ સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હતી. જેને લઈને હવે મહત્વના સમાચાર આવ્યાં છે. યુનિ-સંલગ્ન શૈક્ષણિક સ્ટાફને હવે સાતમાં પગરાપંચનો લાભ મળશે.

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ રાજ્યનાં યુનિ-સંલગ્ન શૈક્ષણિક સ્ટાફ માટે મોટા જાહેરત કરી છે. તેમણે જાહેરત કરી હતી કે, યુનિ-સંલગ્ન શૈક્ષણિક સ્ટાફને હવે સાતમાં પગરાપંચનો લાભ મળશે. એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા હાલ અપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, આ અંગે ધરણા પણ કરવામાં આવ્યો હતા અને સરકાર સામે રજૂઆતો પણ કરવામાં આવી હતી.