Abtak Media Google News

ડીસેમ્બર મહિનાની શરૂઆત માં જ ગૂગલે વર્ષ 2022 માટે બેસ્ટ એન્ડ્રોઈડ એપ્સ અને બેસ્ટ એન્ડ્રોઈડ મોબાઈલ ગેમ્સની યાદી બહાર પાડી છે. ગૂગલે 2022 માટે ક્વેસ્ટને શ્રેષ્ઠ એન્ડ્રોઇડ એપ તરીકે પસંદ કરી છે. એપેક્સ લિજેન્ડ્સ મોબાઇલ ગેમને 2022ની શ્રેષ્ઠ એન્ડ્રોઇડ મોબાઇલ ગેમ તરીકે પસંદ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે એન્ડ્રોઇડ ડેવલપર્સ દર વર્ષે હજારો એપ્સ અને ગેમ્સને ગૂગલ પ્લે સ્ટોર પર સબમિટ કરે છે, ત્યારબાદ ગૂગલ વર્ષના અંતમાં આ એપ્સમાંથી શ્રેષ્ઠ એપ્સ અને શ્રેષ્ઠ ગેમ્સના વિજેતાઓની જાહેરાત કરે છે.

 ક્વેસ્ટ
Gurugram Edtech Questt Series A Funding

કવેસ્ટ એપ વિશે એવી માહિતી છે કે 21મી સદીના કૌશલ્યો માટે ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ મલ્ટિ-ડિવાઈસ ગેમિફાઇડ પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવે છે જે ઉપયોગમાં સરળ છે અને ઑફલાઇન સેટિંગમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. જેનાથી કોઈપણ સમયે, ગમે ત્યાં, કોઈપણ ઉપકરણ શીખવું સરળ બની જાય છે

એપેક્સ ગેમ BGMIને પછાડી બની નંબર વન

Apex Mobile Announce Art 3840X2160.Jpg.adapt .Crop191X100.1200W

એપેક્સ લિજેન્ડ્સ મોબાઇલ ગેમે તેના પ્રતિસ્પર્ધી BGMIને Googleની શ્રેષ્ઠ એન્ડ્રોઇડ મોબાઇલ ગેમ્સની યાદીમાં સ્થાન આપ્યું છે. ગયા વર્ષે BGMI ને શ્રેષ્ઠ એન્ડ્રોઇડ મોબાઇલ ગેમ તરીકે પસંદ કરવામાં આવી હતી. હવે Apex Legends મોબાઇલ ગેમે વર્ષનો શ્રેષ્ઠ ગેમનો એવોર્ડ જીત્યો છે.

આ સાથે અન્ય આ એપ્સને પણ મળ્યો છે એવોર્ડ

Photo6327886471406660979

ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલા એવોર્ડની યાદીમાં ઈ-કોમર્સ કેટેગરીની એપ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટની શોપ્સી એપને આ વર્ષે યુઝર ચોઈસ એપ માટે શ્રેષ્ઠ એપ તરીકે જાહેર કરવામાં આવી છે.

એંગ્રી બર્ડસ જર્નીને બેસ્ટ યુઝર ચોઈસ ગેમનો એવોર્ડ મળ્યો
Screenshot 3 5

ઉપરાંત, નીએન્ડ, બંકરફિટ અને ડાન્સ વર્કઆઉટને બેસ્ટ હેલ્થ એપ્સ તરીકે પસંદ કરવામાં આવી છે.

બેસ્ટ એપ્સ ફોર ફન કેટેગરીમાં સલગમની પસંદગી કરવામાં આવી છે. ગૂગલે ઈ-લર્નિંગ એપ ફિલોને પર્સનલ ગ્રોથ માટે બેસ્ટ એપ તરીકે પસંદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.