દેશમાં કોરોના સામેની જંગ જીતવા Google કરી આટલા કરોડની આર્થિક સહાય

0
46

ભારતમાં દરરોજ વધતા જતા કોરોના કેસોએ દેશભરમાં મુશ્કેલીઓનો પર્વત ઉભો કર્યો છે. આવી પરિસ્થિતિમાં ઘણા મૈત્રીપૂર્ણ દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે. હવે Goggle કંપનીએ પણ ભારતને મદદ કરવા માટે 135 કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી છે. Googleના CEO સુંદર પિચાઈએ ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

 


GiveIndiaને આપવામાં આવતા ફંડથી કોરોના વાયરસના સૌથી વધુ અસરગ્રસ્ત લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ તેમના રોજિંદા ખર્ચ પૂરા કરી શકે. ત્યારબાદ, યુનિસેફ દ્વારા ઓક્સિજન અને પરીક્ષણ ઉપકરણો સહિત અન્ય તબીબી પુરવઠો પૂરો પાડવામાં આવશે. ગૂગલના કર્મચારીઓ પણ ભારત માટે ફંડ એકત્ર કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ગૂગલના 900 કર્મચારીઓએ 3.7 કરોડનું ફંડ એકઠું કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here