ગુગલ આપશે વાસ્તવિક દુનિયાને નવુ વિઝન

સોશીયલ નેટવકીંગ, હાલતા-ચાલતા થઇ શકશે, મેપ, પબ્લીક ટ્રાવેલ, ટ્રાફિક અને હવામાનની માહિતી ઉપલબ્ધ થશે

મનુષ્યની આંખો સામે ગ્રાફીક ઓડીયો અને ડેટાને સુપર ઇમ્પોઝ કરવાનો આઇડીયા નવો નથી અડધી સદીથી સાયન્ટીસ્ટના દિમાગમાં તે ઝળકતો રહ્યો છે. રેસ-એફેક્સ અને સ્પોર્ટ વિઝને આવા અખતરાં ભુતકાળમાં કર્યા જ છે. ગુગલે નવી ટેકનોલોજીથી આ સ્વપ્નો સાકાર કર્યા છે, ૨૦૦૯માં એમઆટીની એક કોન્ફરન્સમાં પેટી મેસ અને પ્રવણ મીસ્ત્રીએ ઓગમેન્ટડે રિઆલીટીની દર્શન કરાવ્યા હતા. તે સમયે તેમણે કેમેરા, નાના પ્રોજેકટ સ્માર્ટ ફોન અને અરીસાઓનો ઉપયોગ કર્યો હતો. હવે તેમાં કોમ્પ્યુટર સીપીયુ અને વાઇ-ફાઇ જેવી ટેકનોલોજી ઉમેરાઇ રહી છે. જીપીએસ સિસ્ટમ પણ ખરી જ હવે નવી ટેકનોલોજીની મદદથી ગમે તે સપાટી, ઇન્ટરેકટીવ સ્કીન બની શકે છે. તમારી આંખો સામે આભાષી સ્ક્રીન ઉ૫ર ગ્રાફીકસ, વીડિયો, ડેટા કે ઇન્ટરનેટ પેજીસ ખૂલી શકે છે. ‘૩ડી’ મોડેલ જોઇ શકાય છે. ગુગલ ઉપર તમે શબ્દો આધારિત ટેક્ષ સર્ચ કરતા હતા હવે કોઇ ફોટો કે વિડિયો આપી તેની સર્ચ કરી શકાશે. માત્ર તાજમહેલ કે એફિલ ટાવર જેવા ફોટા મુકી વિકીપીડીઆના લેખ વાંચી શકાય તેમ છે. આખરે ગુગલ ગ્લાસ કઇ રીતે કામ કરે છે.

ગુગલ ગ્લાસ આપણી દુનિયામાં કેવી રીતે ફીટ થશે

ગુગલ ગ્લાસ હજી શરૂઆતના તબકકામાં છે પરંતુ આવનારા વર્ષોમાં તેમાં અણધાર્યા ફેરફારો આવી શકે તેમ છે. આજની ક્ષણે ૬૪૦ બાઇ ૩૬૦ પિકસલ રિઝોલ્યુશનમાં તમે અંદાજે ૨.૫૦ મિટર દૂર ૨૫ ઇંચના સ્કિન ઉપર દ્રશ્યો જોઇ રહ્યા હોવ, તેવો આભાશ ગુગલ ચશ્મા કરાવી શકે છે. આંખની અંદર આવેલ દ્રશ્ય પટલ ઉપર સીધા જ દ્રશ્યો તે પ્રોજેકટથી પ્રોજેકટ કરવામાં આવે છે. જેને ટેકનોલોજીની ભાષામાં વરચ્યુઅલ રેટિનલ ડિસ્પ્લે (વીઆરડી) કહે છે. કીકી અને ચશ્માના નંબરવાળા, આંખોની ખામીઓને બાજુમાં મૂકી વીઆરડીને સામાન્ય દ્રશ્યો માફક જોઇ શકે છે. લેસર અથવા એલઇડી દ્વારા આંખોની અંદર આવેલ દ્રશ્ય પટલ ઉપર સીધી જ રાસ્ટર ઇમેજ પ્રોજેક્ટ થાય છે. ચશ્માની દાંડીમાં જીપીડી સાથેનું સીપીયુ બેટરી, સ્પીકર, માઇક્રોફોન, કેમેરા અને પ્રોજેકટરને ફિટ કરવામાં આવ્યા છે. હવે પુસ્તક ખોલ્યા વગર સીધું વાંચી શકાય તેમ છે તમે જે નજરથી વાસ્તવિક દ્રશ્ય જુઓ છો તેના ઉ૫ર અર્ધ પારદર્શક નવો વરચ્યુઅલ સ્ક્રીન રચાય છે. ડ્રાઇવીંગ કરતી વખતે તમારી આંખો સામે લોકલમેપ હાજર થઇ જશે.

ટેકનિકલ ડિટેઇલ્સ ગ્લાસની આરપાર..

પાંચ કલરમાં ઉપલબ્ધ

ડિસ્પ્લેરિઝોલ્યુશન ૬૪૦ બાઇ ૩૬૦ રહેશે. પ મેગા પિક્રસેલ કેમેરા વડે ૭૨૦પી ની વિડિયો ઉતારી શકાશે.

૧૬ જીબીની ફલેશ મેમરી માંથી સ્ટોરેજ માટે ૧૨ જીબી સ્પેસ વાપરવા મળશે.

ક્લાઉડ કોમ્પ્યુટીગ મારફતે તમારો ગુગલ ડ્રાઇવ સાથે જોડાણ શકય બનશે.

બ્લ્યુ ટુથ અને વાઇ-ફાઇ ફેસીલીટી બ્લુલ્ટઇન છે. જીપીએસ માટે ડિવાઇસને મોબાઇલ સાથે પેર કરવો પડશે.

ગ્લાસનાં એપ્સ એન્ડ્રોઇડ આધારિત હશે.

ગ્લાસ ફેમમાં તમારી પસંદગીના કાચ અથવા નંબરવાળા લેન્સ પણ ફિટ થઇ શકશે.

અવાજને તમારી ખોળરીના હાડકાને વાહક તરીકે વાપરી, બોન કંડકશન ટ્રાન્સફર વડે અવાજ તમારા કાનની અંદર પહોંચાડવામાં આવશે.

ડિવાઇસ ચાર્જીગ માટે માઇકો-યુએસબી કેબલ લાગેલો રહેશે.

ગુગલની માપ ગ્લાસ એપ્સ ગ્લાસ અને મોબાઇલ ફોન વચ્ચે કનેકશન કરી આપશે.

માઇક્રોફોન અને ટચ પેડ વડે ગ્લાસને કમાન્ડ આપી શકાશે

જી-ગ્લાસથી શું થઇ શકે છે?

ગુગલ ગ્લાસનો ઉપયોગ કાન પાસે દાંડી ઉપર રાખેલ ટચપેડથી થાય છે. એક હલકી ટપલી મારો એટલે ડિવાઇસ ચાલુ થાય છે. ઇન્ટરસ્ફેસમાં વિવિધ કાર્ડડિસ્પ્લે થાયા છે.

કોમ્પ્યુટરમાં જેમ નવી વિન્ડો ખૂલે છે. તેમ સ્માર્ટ ફોનમાં પેજ જે રીતે સ્લાઇડ કરો છો. બસ એમ જ.. એક કાડ ઉપર હવામાન, તમારૂ શિડયુલ, ઘડીયાળ વગેરે હોઇ શકે. બીજી કાર્ડમાં તમે મેસેજ, વિડિયો, ફોટો વગેરે જોઇ શકે. ત્રીજા કાર્ડમાં ફેસબુક, ગુગલ, એમેઝોન જેવી સાઇટ ખોલી શકો. કેમેરા ઓન કરી વિડિયો ઉતારી શકો અથવા ફોટો લઇ શકો. આ ડિવાઇસ પ્રારંભીક અવસ્થામાં હોવાથી હાઇ રિઝોલ્યુશનની આશા રાખવી નકામી છે. ગુગલ એકાઉન્ટમાં જમા થતો રહેશે. એટલે તમારી પ્રાઇવર્સ જેવું કઇ રહેશે ખરૂ?

તિથી એપોઇન્ટમેન્ટ યાદ રાખવું સરળ બનશે.

સોશીયલ નેટવકીંગ, હાલમાં ચાલતા થઇ શકશે.

દિશા શોધન, પબ્લીક ટ્રાવેલ વિગતો ઉપલબ્ધ થશે.

ટ્રાફીક અને હવામાનની માહિતી ઉપલબ્ધ થશે.

વિડીયો ચેટ, ગુગલ સર્ચ, ફોટો-વિડીયો શેરીંગ થશે. આ બધુ તમે ચશ્મામાં જોતા હોવ તે રીતે થશે.