Abtak Media Google News

ગુગલ મેપનું નવું ફીચર એપલ અને એન્ડ્રોઇડમાં પણ કાર્યરત રહેશે

હાલ જે રીતે ટેકનોલોજી અદ્યતન બની રહી છે તે જોતા લોકોને પણ ઘણી ખરી રાહુલ તો મળવા પાત્ર બની છે ત્યારે હાલ પરિવહન માટે લોકો વધુને વધુ ગુગલનો ઉપયોગ કરતા હોય છે ત્યારે હવે ગૂગલ મેપ દ્વારા એક નવું વિચાર જ લોકો માટે આપવામાં આવ્યું છે જેમાં હવે લોકોને આ માધ્યમ થકી ફક્ત રસ્તો જ નહીં પરંતુ રસ્તા નો ખર્ચ કેટલો થશે એટલે કે ટોલટેક્સ કેટલો ભરવો પડશે તેનો પણ અંદાજ આવી જશે.

ગુગલ મેપ ના ઉપયોગથી કયા રસ્તા ઉપર અને કયા ટોલ બૂથ ઉપર કેટલો ઢોલ વસૂલવામાં આવશે તે અંગેની માહિતી પણ મળી રહેશે અને જે લોકોને ઢોલ ન ભરવો હોય તો વૈકલ્પિક રસ્તો પણ ઊભો કરવામાં આવશે જે અંગેની માહિતી પણ ગૂગલ મેપ દ્વારા અપાશે. સરકાર યાતાયાતને ખૂબ વધુ સરળ અને સુંદર બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે અને તેમાં પણ હવે ગૂગલ મેપ દ્વારા જે સુવિધા આપવામાં આવશે તે લોકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે આ સુવિધા એપલ અને એન્ડ્રોઇડના વપરાશકર્તાઓ માટે પણ ખૂબ લાભદાયી નીવડશે.

ગુગલ મેપ અનેકવિધ પ્રકારે અપડેશન કરી રહ્યું છે અને તેનો લાભ ખરા અર્થમાં વપરાશકર્તાને પણ મળી રહ્યો છે આ એપ્લિકેશન મારફતે લોકોને રસ્તા પર આવતા કુલ ટોલ બૂથો અને કુલ ટોલનો ખર્ચ અંગે માહિતી મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.