વિસાવદરમાં પોલીસની મીઠી નજર નીચે ચાલતા ગોરખ ધંધા!

0
36

દારૂ-જુગાર અને વરલી મટકાના ધમધમતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ 

વિસાવદરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસની મીઠી નજર નીચે અનેક ગોરખ ધંધાના અડ્ડાઓ ધમધમતા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દારૂ જુગાર અને વરણી મટકાના ઠેકેદારો કોના પીઠબળ પર ગોરખ ધંધાઓ આચરી રહ્યા છે. તેવા સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. વિસાવદરમાં ઘણા સમયથી લુખ્ખા અને આવારા ત્તવો દ્વારા ગામમાં અનેક ગોરખ ધંધાઓ ધમધમી રહ્યા છે. ગ્રામજનોને આ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે લોકોમાં પણ પોલીસ સામે રોષ મલબી રહ્યા છે. આવા ચાલતા બેતામી ગોરખ ધંધાના કારણે અનેક પરિવારોની શાંતિ હણાઇ છે.

જો પોલીસે આ અંગે તાત્કાલીક પગલા બે તો ભવિષ્યમાં અનેક પરિવારને વિખેરતા બચાવી શકાય તેમ છે. વિસાવદરના લોકોએ આ અંગે ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here