સરકાર બડી યા સોશિયલ મીડિયા?

વોટ્સએપની નવી નિયમપોથી ભવિષ્યમાં આપણાં મેસેજના ડેટા એનાલિસિસમાં ઉપયોગના અણસાર સૂચવે છે

સોશિયલ મીડિયા. આપણાં જીવન માં વણાઈ ગયેલી એક એવી ગાથા જેને અલગ કરવું લગભગ અશક્ય બની ચૂક્યું છે. આજે વ્યક્તિ કદાચ પોતાના મનગમતા વ્યક્તિ વિના રહી શકવાનું સહન કરી શકે છે પરંતુ સોશિયલ મીડિયા નામના અદ્રશ્ય મનગમતા વ્યક્તિ વિના રહેવું અશક્ય છે. આ જ વલણ એક ગંભીર નિર્ભરતા તરફ દોરી જતી પરિસ્થિતી નું ભયાનક અનુમાન આપે છે. આશરે ૨ દાયકાઓ થી શરૂ થયેલા આ વિચારો ની અભિવ્યક્તિ ના રંગમંચ ને આજે જીવન ને વણી લેવાની અપાર શક્તિ મળી ચૂકી છે. ઇતિહાસ ફંફોડતા આપણે સહેલાઈ થી જાણી શકીએ કે કોઈ પણ આવિષ્કારની શરૂઆત તો જરૂરિયાત થી થાય છે પરંતુ અંતે એ કોઈ ને કોઈ નકારાત્મક અભિગમ નું ભોગી બની ઊઠે છે.

તાજેતર માં જ આ સોશિયલ મીડિયા ની અપાર શક્તિ નું અનુમાન આપણને જોવા મળ્યું. ટ્વિટર એ અમેરિકા ના પ્રમુખ એવા ડોનાલ્ડ ટ્રંપ નું અકાઉંટ હમેશા માટે બરખાસ્ત કરી દીધું. તેમના દ્વારા જે ઘટના ઉત્તેજિત થઈ હોવાની આશંકા છે તે મૂલ્યો ની દ્રષ્ટિએ તો અનૈતિક જ છે. પરંતુ આ જ પ્રમુખ દ્વારા ભૂતકાળ માં થયેલા ટ્વીટ્સ પર આ હદ નું કોઈ પગલું ભરવામાં આવ્યું નહોતું. તેમના ભૂતકાળ ના ટ્વીટ્સ માં ઘણાખરા ટ્વિટર ના નિયમો નો ભંગ કરતાં હતા. ટ્વિટર ના આ પગલાં બાદ બીજા સોશિયલ મીડિયા પણ પ્રમુખશ્રી ને બરખાસ્ત કરવા ની ઝુંબેશ માં જોડાઈ ગયા. આ સંપૂર્ણ ઘટના માં ટ્વિટર જેવા શબ્દમંચ ને ઘણો ખરો ફાયદો થયો. ટ્વિટર એક મૂલ્યસભર વિચારો ની અભિવ્યક્તિ નું મંચ તરીકે ઊભરી આવ્યું. આ સાથે જનતા ને એ પણ સૂચના મળી કે કોઈ ટ્વિટર ગમે તે વ્યક્તિ ને પોતાના મંચ પર થી બરખાસ્ત કરી શકવાની તાકાત ધરાવે છે. આ સમગ્ર ઘટનાએ ટ્વિટર ને વર્તમાન અને ભવિષ્ય ના આર્થિક લાભ સાથે ઉષ્માભર્યો મેળાપ રચી દીધો.

સોશિયલ મીડિયા પર આપણે એટલો ભરોસો કરીએ છીએ કે તેની કોઈ પણ નિયમપોથી નો આપણે જોયા વિના જ સ્વીકાર કરી લઈએ છીએ. તેઓ જ્યારે પણ પોતાના ફાયદા અનુસાર નિયમપોથી ની કલમો બદલે ત્યારે લેશ માત્ર પણ અવાજ ઊભો થતો નથી. આ સર્વસમ્મતિ નું એક કારણ આપણી વાંચવાની આળસ છે. આઇ એક્સૈપ્ટ બટન દબાવવા આપણે એટલા ઉત્સુક હોઈએ છીએ કે તેના આવરણ પાછળ આપણી કમાન નું કોઈ બીજા વ્યક્તિ ના હાથ માં આવવું તો આપણને જણાતું જ નથી. તાજેતર માં જ વ્હાત્સપ્પ દ્વારા આ નિયમપોથી માં થયેલા પ્રતિકૂળ બદલાવ ને આ જ રીતે આપણે સમ્મતિ અર્પી દીધી. બસ આ વખતે એક સજાગ વ્યક્તિ ની કૃપા થી આ પ્રતિકૂળ બદલાવ દુનિયા ચોખ્ખી રીતે સામે આવ્યો. હવે વ્હાત્સપ્પ આપણો ડેટા પોતાની પેરેંટ કંપની ફેસબુક સાથે શેર કરશે. આ સાથે આપણાં અંગત ડેટા ની દરેક ચિઠ્ઠીઓ ફેસબુક ના ટેરવાં નીચે હાલકડોલક થઈ શકશે. આ ગંભીરતા નું ભાન થતા કરોડો લોકો વ્હાત્સપ્પ નો વિકલ્પ શોધવા માટે પોતાની નજર ફેરવી રહ્યા છે. વારંવાર સિગ્નલ અને ટેલેગ્રામ જેવી એપ્સ પર નજર આવી ને ઠરી છે.

આંકડાઓ પર નજર કરીએ તો જાન્યુઆરી ૬ થી ૧૦ સુધી માં સિગ્નલ એપ(વ્હાત્સપ્પ જેવી સોશિયલ મીડિયા એપ જે વધારે સુરક્ષિત છે) ૭૫ લાખ લોકો ના મોબાઇલ ફોન પર સ્થાયી થઈ. જે તેના ડાઉનલોડસ માં ૪૨૦૦% નો તોતિંગ વધારો નોંધાવે છે! ભારત જેવા વિશાળ અર્થશાસ્ત્ર ધરાવતા દેશ માં આ સમય માં ૨૩ લાખ જેટલા સિગ્નલ એપ ડાઉનલોડ થયા. વેબસીરીઝ કે મૂવી ડાઉનલોડ કરવા જ વપરાતી એપ ટેલેગ્રામ હવે વ્હાત્સપ્પ ના વિકલ્પ તરીકે દ્રશ્યમાન થઈ શકી છે. તેણે પણ પોતાના વપરાશકર્તા માં ૧૬ ટકા જેટલો વધારો નોંધાવ્યો છે.

સોશિયલ મીડિયાના તાનાશાહો પાછળ દબાઈ ગયેલા વિકલ્પ

પાછલા કેટલાક દિવસ માં આવેલ વ્હાત્સપ્પ ના વિકલ્પ ના પૂર ને હજુ પણ શક્તિ કેળવવી જરૂરી છે. ફક્ત વ્હાત્સપ્પ જ નહીં પરંતુ ટ્વિટર, ફેસબુક અને બીજા જે મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો પણ વિકલ્પ નો ઉદ્ભવ થવો જોઈએ. ભલે તાજેતર માં વ્હાત્સપ્પ ના વિકલ્પ શોધવાનું એક પૂર આવ્યું હોય પરંતુ એ પણ પેલા વાઇરલ મેસેજ ની જેમ ટૂંક સમય માં વિલીન થઈ જવાની શક્યતાઓ છે. સિગ્નલ ના ૭૫ લાખ ડાઉનલોડ ૬૫૦ કરોડ રોજિંદા વ્હાત્સપ્પ મેસેજ થી તો ક્યાય પાછળ છે. ખરેખર ડિજિટાઈઝેશન ની દુનિયા માં આવિષ્કાર ની બનાવટ કરતાં તેનું આંગળી ના ટેરવે પહોંચવું વધારે મહત્વનુ છે. એપ ની શ્રેષ્ઠતા કરતાં તેના પ્રસ્તુતિકરણ પર તેની સફળતા નક્કી થાય છે. ૨૦૧૪ થી બનેલી સિગ્નલ એપ આજે આટલા વર્ષો બાદ ધ્યાન માં આવી. એ પણ વ્હાત્સપ્પ ની નિયમપોથી ની કૃપા થી.

જેમ આજે વ્હાત્સપ્પ ના વિકલ્પો ની શોધખોળ શરૂ થઈ છે તેમ બીજા સોશિયલ મીડિયા ના તાનાશાહો ના પણ પુષ્કળ વિકલ્પો ઉપલબ્ધ છે. બસ આ વિકલ્પો મુખ્ય સોશિયલ મીડિયા ના આર્થિક આવરણ દ્વારા દબાઈ ગયા છે. આ વિકલ્પો ટેક જાઈંટ કરતાં વધારે અલગ નથી. તેઓ પણ તેટલી જ સુવિધા પૂરી પાળે છે.

વોટ્સએપનો વિકલ્પ સિગ્નલ શા માટે?

વોટ્સએપ એ એન્ડ ટુ એન્ડ એંક્રિપ્શન પૂરું પાળવા નું વચન આપે છે. પરંતુ જો આ કીમિયા ને ઊંડાણ થી જોઈએ તો ફક્ત આપણાં મેસેજ જ એન્ડ ટુ એન્ડ એંક્રિપ્શન હેઠળ સુરક્ષિત કરાય છે. આ વ્હાત્સપ્પ આપણી પાસે થી જે અંગત ડેટા લે છે તે આ એંક્રિપ્શન હેઠળ આવતા નથી. આનો મતલબ એ થશે કે આપણો ડેટા જરા પણ સુરક્ષિત નથી. વ્હાત્સપ્પ ની નવી નિયમપોથી મુજબ હવે આ ડેટા ફેસબુક સાથે પણ શેર થશે. કદાચ ભવિષ્ય માં એવું પણ બની શકે કે વ્હાત્સપ્પ ના ટાઇપ કરેલા મેસેજ પણ ફેસબુક અને ગૂગલ દ્વારા અપાતી જાહેરાતો ના ડેટા એનાલિસિસ માં વપરાય. પરિણામસ્વરૂપ આપણાં વ્હાત્સપ્પ મેસેજ માં લખાયેલ દરેક શબ્દ ફેસબુક આપણને આપણી મનપસંદ ચીજવસ્તુઓ ની જાહેરાતો બતાવવા વાપરી શકે. જો આ રીતે વ્હાત્સપ્પ ના મેસેજ ફેસબુક દ્વારા ઉપયોગ માં લેવાયા તો આપણાં વ્યક્તિગત વાર્તાલાપો પણ ફેસબુક ના હાથ માં હશે!

આની સામે જો સિગ્નલ એપ સામે જોઈએ તો આ એપ કોઈ પણ પ્રકાર નો અંગત ડેટા ન માંગવા નું વચન આપે છે. આપણાં દ્વારા કરાયેલા દરેક મેસેજ ને એંક્રીપ્ટ પણ કરે છે. આ સાથે સિગ્નલ માં જો કોઈ અનાધિકૃત વ્યક્તિ એ આપણાં મેસેજ જોવા હોય તો સિક્યોરિટી ના ૨ પડાવો ને ઓળંગવા પડે છે. સિગ્નલ એપ ફિંગર પ્રિન્ટ સાથે પિન નંબર લોક આપે છે જે વપરાશકર્તા એ દરેક વખતે ઈનપુટ કરવાના રહે છે. સિગ્નલ ની આ સુવિધા તેને વ્હાત્સપ્પ કરતાં ચડિયાતું સાબિત કરે છે.

વિચારોના મુક્ત અભિવ્યક્તિ ઓન ટ્વિટર ના વિકલ્પો

ટ્વિટર પર અત્યાર સુધી માં ઘણી ચળવળ ચાલી છે. સમાજ ના ઘણા જ વિરોધ, વિચાર અને અભિવ્યક્તિ ટ્વીટ ના માધ્યમ થી દુનિયા ભાર માં ફેલાયા છે. દરેક વખતે ટ્વિટર આ ટ્વિટ્સ ને બરખાસ્ત કરતું નથી. કોઈ વાર વિચારો ના મુક્ત અભિવ્યક્તિ ના પાસા હેઠળ તે ટ્વીટ કરોડો લોકો સુધી કોઈ અવરોધ વિના પહોંચે છે. ક્યારેક તે સમાજ માટે જોખમકારક સાબિત થઈ ને ટ્વિટર દ્વારા થતી કાયદા ની સુનાવણી માં દોષી ઠરાર થાય છે. પરંતુ આ જાયંટ ટ્વિટર ના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે જે કદાચ પોતાનું ન્યાયાલય ધરાવતા નથી.

રેડીટ  જે ભારત માં ખૂબ ઓછું પ્રચલિત છે. તે ટ્વિટર નો એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમાં પણ વિચારો ની અભિવ્યક્તિ થાય છે. રેડીટ માં તમે તમારા રસ મુજબ ના ગ્રુપ સાથે જોડાઈ શકો છો. આ સાથે ક્વોરા જેવા પ્લેટફોર્મ વિચારો સાથે પ્રશ્નો ની અભિવ્યક્તિ પણ પૂરી પાડે છે.

આ સાથે એક રસપ્રદ પ્લેટફોર્મ મસ્તોડોન ટ્વિટર ના એક વિકલ્પ તરીકે આગળ આવી શકે છે. આ પ્લેટફોર્મ સંપૂર્ણ વિકેન્દ્રિત છે. આ પ્લેટફોર્મ અલગ અલગ દેશ ના સર્વર સાથે જોડાઈ ને વપરાશકર્તા ને વિચારો ની અભિવ્યક્તિ માટે એક મંચ પૂરું પાળે છે. રસપ્રદ વાત એ છે કે આ પ્લેટફોર્મ પર તમે કોઈ પણ પ્રકાર ની હિંસક કે અસમતા ફેલાવનાર વાક્યો લખી શકતા નથી.

જો સોશિયલ મીડિયા સાથે એંડરોઈડ ના પણ વિકલ્પ ની વાત કરીએ તો મોબાઇલ માં પણ લિનક્સ જેવી ઓપન સોર્સ સિસ્ટમ ઉપયોગ માં લઈ શકાય છે. લિનક્સ મોબાઇલ સિસ્ટમ વાળા ફોન બહાર પણ પડ્યા હતા. પરંતુ તેમના આવવા સાથે જ તેઓ જંગી રોકાણ ધરાવતા પ્લેટફોર્મ ની આર્થિક ગાલીચા નીચે ઢંકાઈ ગયા. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ના વપરાશકર્તાઓ તેની ઊંડાણ ભરી ટેક્નોલોજી થી વાકેફ હશે. અત્યારે ઉપયોગ માં આવતી એંડરોઈડ કરતાં તો તે ઘણી સુરક્ષિત છે. બસ આપણે બાહ્યસ્તર દ્વારા આપણી આંખો ને દૂધળું દ્રશ્ય જોવા આસક્ત થઈ ચૂક્યા છીએ.

પૂરા વિશ્વ ને પોતાના વપરાશકર્તા બનાવવા માં સફળ થયેલી સોશિયલ મીડિયા એપ્સ હવે લોકો ના જીવન ની કમાન પોતાના હાથ માં લેતી જોવા મળી રહી છે. લોકશાહી વાળા દેશ માં પણ ટોંચ ના સ્તરે આ સોશિયલ મીડિયા ના સ્થાપકો નું વર્ચસ્વ વળી રહ્યું છે. તેમને આ સ્થાન આપણે જ આપેલું છે. લોભામણી જાહેરાતો તથા તેમની આદત પાડી દેતી વ્યૂહરચનાઓના પડદાઓ પાછળ આપણે કોઈ દિવસ જોયું જ નથી. તેના વાસ્તવિકરણ વિશે કોઈ દિવસ વિચાર કર્યો જ નથી. આ સોશિયલ મીડિયા તથા ઓનલાઇન સિક્યોરિટી સામે છાશવારે સવાલો સામે આવી રહ્યા છે. હવે સમય એ સૂચવી રહ્યો છે કે આપની જરૂરિયાતો અને શોખ પૂરા કરવા સુરક્ષિત અને બહુવિકલ્પી અભિગમ તરફ ધ્યાન દઈએ.

તથ્ય કોર્નર

  • રોજ ટ્વિટર પર લગભગ ૫૦૦ મિલિયન ટ્વિટ્સ થાય છે.
  • ૨૦૨૦ ચ૩માં ટ્વિટરની આવક ૧૮૭ મિલિયન ડોલર જેટલી હતી.
  • ફેસબુક ની ૨૦૨૦ ચ૩માં આવક ૨૧.૫ બિલ્યન ડોલર જેટલી હતી.
  • સિગ્નલ એપ ભારત માં ૧૨ મી સૌથી વધારે જાહેરાત દ્વારા ડાઉનલોડ થયેલી એપ બની.
Loading...