લમ્પીથી સરકાર ફફડી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છમાં દોડી ગયા

ભુજમાં આઈસોલેશન સેન્ટર, વેકિસનેશન સેન્ટરની મુલાકાત લીધી: રોગચાળાને નાથવા અધિકારીઓને કડક તાકીદ

રાજયનાં 20 જિલ્લાનાં 2083 ગામોમાં   55950 પશુઓમાં લમ્પી સ્ક્રીન ડીસીઝ જોવા મળ્યા છે.લમ્પીના   હાહાકારથી રાજય સરકાર ફફડી ઉઠી છે. આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છની મુલાકાતે દોડી ગયા હતા. તેઓએ ભૂજમાં પશુઓનાં આઈસોલેશન વોર્ડ અને વેકિસનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. લમ્પીના  રોગચાળાને નાથવા માટે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી.

ગુજરાતમાં કચ્છ, જામનગર, દેવભૂમી દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, મહેસાણા અને વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો કાળો કહેર જોવા મળી રહ્યો છે.

 

20 જિલ્લાના 2083 ગામોમાં  55950 પશુઓમાં લમ્પી  ડિસીઝ જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં  1565 5પશુઓ મોત નિપજયા છે. 10 લાખથી વધુ પશુઓને વેકિસન આપવામાં આવી છે. અસરગ્રસ્ત ગામોમાં 222 પશુ ચિકિત્સા અધિકારીઓ અને  713 પશુધન નિરીક્ષકો દ્વારા સઘન સર્વે  સારવાર અને રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે.

અમદાવાદમાં પશુપાલન  ખાતા દ્વારા 24 કલાકનો ક્ધટ્રોલ રૂમ કરવામાં આવ્યો છે.આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ જિલ્લાની મૂલાકાત લીધી હતી. તેઓએ પશુધનની સારવાર સુશ્રુષા અને નિરીક્ષણ અને માર્ગદર્શન  આપવામાં આવ્યું હતુ.