Abtak Media Google News

અબતક, રાજકોટ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને સીમલા ખાતેથી જનકલ્યાણની યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ અને સહાય વિતરણનાં રાષ્ટ્રવ્યાપી ’ગરીબ કલ્યાણ સંમેલન’ સંદર્ભે રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિમ ખાતે રાજકોટ જિલ્લાનું ગરીબ કલ્યાણ સંમેલન મંત્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયું હતું.

 રાજકોટ ખાતે મંત્રી પ્રદિપ પરમારના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ સંમેલનમાં લાભાર્થીઓને કરાયું સહાયનું વિતરણ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપભાઈ પરમારે આ પ્રસંગે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત છેવાડાના માનવીને મહત્તમ લાભો મળી શકે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યાન્વિત બનાવાઈ છે, જેના અમલીકરણથી સમગ્ર રાષ્ટ્ર વિકાસની નવી ઊંચાઇઓ સર કરી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને તેમના હિસ્સાના તમામ લાભ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.

5E5470C4 16B3 4447 Be31 Ef9062F52869

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રીએ સીમલા ખાતેથી જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો

વધુમાં મંત્રી પરમારે ઉમેર્યું હતું કે, કોરોના મહામારીમાં પ્રધાનમંત્રીનાં નેતૃત્વમાં ભારતમાં નિર્મિત સ્વદેશી રસીના ઉત્પાદન સાથે સમગ્ર રાષ્ટ્રને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. મંત્રી પ્રદીપભાઈએ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધામંત્રીના નેતૃત્વમાં જનધન યોજના, ઉજ્જવલા યોજના, આવાસ યોજના વગેરે જેવી જનકલ્યાણની યોજનાઓ થકી જરૂરિયાતમંદ લાભાર્થીઓના જીવનની સુખાકારીમાં વધારો થયો છે. સાથોસાથ તેઓ આત્મનિર્ભર બની, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની આગળ વધે તે માટે રાજ્ય સરકાર સદા પ્રયત્નશીલ રહી છે.

મંત્રી પ્રદીપભાઈ પરમારે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમને મળેલ યોજનાઓ અંગે માહિતી મેળવી મળવાપાત્ર અન્ય યોજનાઓનો લાભ લેવા તેમજ અન્યને પણ આ લાભ અપાવવા અપીલ કરી હતી.ત્યાર બાદ વિવિધ લાભાર્થીઓને ચેક તેમજ કીટનું વિતરણ તથા આઈ.સી.ડી.એસ. યોજનાના નિમણુંક પત્રોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 1000 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરાયું હતું.

42D7A8C8 A62D 4Cda Ae0F Baa493E42E89

કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. મહાનુભાવોનું ફૂલ તેમજ પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકાર દેવ ચૌધરીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ લાયક લાભાર્થીને લાભ અપાવવા માટે જાહેર અપીલ કરી હતી, જેથી તમામ જરૂરિયાતમંદોને યોજનાનો લાભ પહોંચાડી શકાય. કલેકટર અરુણ મહેશ બાબુ, સાંસદ રામભાઇ મોકરીયા અને મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર વગેરેએ પ્રસંગિક સંબોધનો કર્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક. એન. આર. ધાધલ, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલ, પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધીમંતકુમાર, પ્રાંત અધિકારીઓ, સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.