Abtak Media Google News

ડ્રોન ટેકનોલોજી, અમરેલીના સનેડો અને ઝટકા મશીન અંગે પણ ખાસ યોજના અંગે સરકાર સક્રિય

નેનો યુરિયાનો ઉપયોગ ખેતીમાં વધે તે હેતુથી સ2કા2 નાના અને સીમાંત ખેડૂતોને સરકારી ધોરણે નિ:શુલ્ક પણે આ ખાતર પહોચાડવાની વિચારણા ચલાવી રહી છે. આ માટે કોઇ કંપનીને કામગીરી સોંપવામાં આવશે તેમ ગુજરાતના કૃષિમંત્રી રાધવજીભાઇ પટેલે મુલાકાતમાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ખેડૂતો પરંપરાગત યુરિયાના ઉપયોગથી ટેવાયેલા છે એટલે ઝડપથી નેનો તરફ વળશે નહીં પરંતુ અમે એ માટે નાના સીમાંત ખેડૂતોને કોઇ દામ વિના ખાતર આપીને ઉપયોગ શરૂ કરાવવાની યોજના બનાવી છે.

તેમણે કહ્યું કે, અમે અંદાજપત્રમાં નાણાકીય ફાળવણી. ખેડૂતોમાં નેનો યુરિયા હજુ શરૂ રાખી છે પરંતુ તે નાણા ખાતામાં મંજૂરી માટે મૂકીને બાદમાં તેનો પરિપત્ર આવે એટલે અમલીકરણ કરીશું.

નેનો યુરિયાનો પ્લાન્ટ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરવામાં આવ્યો છે. પ્લાન્ટમાં ખૂબ સારું ઉત્પાદન પણ થવા લાગ્યું છે. જોકે ગુજરાતના પ્રચલિત નથી તેનો ઉપયોગ પ્રાયોગિક ધોરણે થાય છે. સરકાર સજીવ ખેતી કે પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે ઉપયોગી છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે. રાજ્યમાં બે લાખથી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. ગાયના નિભાવ ખર્ચ માટે મહિને રૂ. 900 નું પ્રોત્સાહન આપે છે. વેચાણ માટે ચાર મોટા શહેરોમાં મોલ શરૂ કરવાના નિર્ણય લીધા છે. ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જાહેર કરી દીધો છે. ત્યાં હેક્ટરે વર્ષે 10 હજાર રૂપિયાની સહાય આપે છે. પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીને સાથે જોડીને યુનિવર્સિટીઓમાં કરવામાં આવ્યા છે. ડ્રોન ખેડૂતોને સરળતાથી મળતા થાય એ માટે રૂ. 100 કરોડનું ભંડોળ પણ આ યોજના માટે  ફાળવ્યું છે.

નાણાખાતામાં આ જોગવાઇઓ મંજૂરી માટે પેન્ડિંગ છે. ત્યાંથી લીલીઝંડી મળે એટલે ઉપયોગમાં લાવીશું.

વરસાદ ખેંચાવા બાબતે તેમણે કહ્યું કે, આગોતરા વાવેતરનું પ્રમાણ વધારે થયું હતું. ગયા વર્ષના સારા વરસાદ પછી પાણીની ઠીક ઠીક સારી સગવડ હતી એટલે ઓરવીને વધારે વાવણી થઇ છે. વરસાદ કટકે કટકે વરસાદ થયો છે એટલે 70 ટકા જેટલો વિસ્તાર વાવેતર માટે બાકી રહ્યો છે. હજુ અષાઢી બીજ આસપાસ આપણે ત્યાં વાવેતર થતા હોય છે અને વરસ સારું રહેતું હોય છે. વરસાદ બે ચાર દિવસમાં પડી જશે તેવી આશા છે એવું જણાય છે.જોકે વરસાદ ન થાય તો પછી કઇ રીતે વાવેતર કરવું તેનો એક્શન પ્લાન આપીશું. અત્યારે પણ આ પધ્ધતિના કોર્ષ દાખલ મોડું થઇ ગયું છે એવું એ દિશામાં હવે આગળ ધપવા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનના મોડું ન ગણાય. સામાન્ય રીતે આમ ખેડૂતો ઇચ્છે છે. ટેક્નોલોજી ખેતીમાં વપરાય તે માટે પણ સરકાર ઉત્સુક છે. પ્રાયોગિક ધોરણે તેનો ઉપયોગ થાય, અમરેલી પંથક્માં ખેતીમાં વપરાતા બુલેટ ટ્રેક્ટર અર્થાત સનેડોની દિશામાં કામગીરી થાય અને ખેડૂતો સરળતાથી વાપરે એ ઉપરાંત ઝટકા મશીન પણ ઉપલબ્ધ કરાશે તેમ કૃષિમંત્રીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.