જે સંસ્થા સમાજ ઉપયોગી કામ કરે તેને સહકાર આપવા સરકાર કટ્ટીબધ્ધ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

1551 ફૂટ લાંબા તિરંગા સાથે 1 હજાર બાળકોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું

સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી રૂપે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ન માત્ર સરકાર પણ સામાજિક સંસ્થાઓની પણ અમૃત મહોત્સવ ઉજવવાની જવાબદારી હોય. વિશ્વના કરોડો પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમા વિશ્વઉમિયાધામ જાસપુર- અમદાવાદ દ્વારા આજે 75 હજાર વૃક્ષારોપણ અને 75 હજાર તિરંગાઓના વિતરણનો સંકલ્પ લેવાયો છે.

જેના ભાગ રૂપે જન-જનની ભાગીદારી અભિયાન અંતર્ગત 1.5 લાખ લોકોને એક વૃક્ષનું દાન (500રૂ.) આપી વિશ્વઉમિયાધામ ઉપવન અભિયાન સાથે જોડવાનો સંકલ્પ કરાયો છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રથમ વૃક્ષનું રોપણ કરી વિશ્વઉમિયાધામ ઉપવનની શરૂઆત કરાઈ છે. આ સંદર્ભે 7 મી ઓગસ્ટના દિવસે અમદાવાદ અને  અન્ય 20 જિલ્લાઓ સહિત રાજ્યના વિવિધ 50 સ્થળે સવારે 10થી 12 વાગ્યામાં 75 હજાર પરિવારોમાં 75 તિરંગાઓનું વિરતણ દરેક સમાજના અગ્રણીઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે.

વધુમાં વિશ્વઉમિયાધામ સાથે જોડાયેલા અમેરિકા અને કેનેડા પરિવારો પણ પર્યાવરણ અભિયાનમાં જોડાયા છે.જે સંસ્થા સમાજ ઉપયોગી કામ કરે છે એને સહકાર આપવા સરકાર કટિબદ્ધ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ અને સરકાર એક સાથે રહીને કામ કરવા ટેવાયેલા છે. જે સંસ્થા સમાજ ઉપયોગી કામ કરે છે એને સહકાર આપવા સરકાર કટિબદ્ધ છે. વિશ્વ ઉમિયા ધામમાં સૌથી ઊંચું મંદિર બનવાનું છે. આવનારા સમયમાં આ એક ઐતિહાસિક સ્થળ બની રહેશે.

વિશ્ર્વ ઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં ગુજરાતને વૈશ્ર્વિક સ્તરની ધાર્મિક ધરોહર પ્રાપ્ત થશે: હર્ષ સંઘવી

વિશ્વઉમિયાધામ ખાતેના કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વિશ્વ ઉમિયાધામ ના નિર્માણ થતાં ગુજરાતને વૈશ્વિક સ્તરની ધાર્મિક ધરોહર પ્રાપ્ત થશે.અસંખ્ય ભાવિ-ભક્તો માટે વિશ્વ ઉમિયાધામનુ પ્રાંગણ અને સમગ્ર કેમ્પસ આસ્થા સાથે સુદ્રઢ વ્યવસ્થાનુ કેન્દ્ર સાબિત થશે. હર ઘર તિરંગા અભિયાન કરનાર વિશ્વઉમિયાધામ પહેલી સામાજિક સંસ્થા છે.

આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ ખાતેના કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલ , સાંસદ  શારદાબેન પટેલ , વિશ્વ ઉમિયાધામના પ્રમુખ શ્રી આર.પી.પટેલ સહીત વિશ્વ ઉમિયા ધામના આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરીને 75 હજાર વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવ્યો. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જન ભાગીદારીથી વિશ્વ ઉમિયાધામ ઉપવનનું નિર્માણ કરવામાં આવશે.

હું રાજનીતિમાં નહીં જોડાવ, વિશ્ર્વ ઉમિયાધામનું નિર્માણ એ જ જીવનનું અંતિમ લક્ષ્ય: આર.પી.પટેલ

વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી પટેલ જણાવ્યું કે હું જ્યાં સુધી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ પદ પર શું ત્યાં સુધી મને રાજકારણમાં જવાની કોઈ લાલસા નથી અને સંસ્થાના બંધારણની નીમ માં ક્લિયર કટ ઉલ્લેખ છે કોઈપણ સંસ્થાના પ્રમુખ પદ પર હશે તે પણ રાજકારણના  “2” નો પણ વિચાર નહીં કરી શકે.

હું વિશ્વ ઉમિયાધામના નિર્માણ માટે કટિબદ્ધ છું અને સમાજને કઈ રીતે આગળ લઈ જવો તે માટે હું હર હંમેશ તત્પર રહીશ.આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી શરૂ કરનાર વિશ્વઉમિયાધામ પ્રથમ સામાજિક સંસ્થા, જેનાથી અન્ય સામજો અને સંસ્થાઓની પ્રેરણા મળશે. વધુમાં સમાજની દિકરીઓને જે પ્રકારે જેહાદી તત્વો ફોસલાવીને કે પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી લે છે તેનાની માતા-પિતાઓએ જાગૃત થવાની જરૂર છે.