• જમ્મુ-કાશ્મીરમાં ઓમાર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે: હરિયાણામાં ભાજપ નાયબસિંહ સૈનીને યથાવત રાખે તેવી સંભાવના

હરિયાણામાં ભાજપ જીતની હેટ્રીક કરવામાં સફળ રહ્યું છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસી ગઠબંધનને જનાદેશ મળ્યો છે. બંને રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હવે સરકાર રચવાની કવાયત તેજ થઇ છે. જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ઓમાર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે તે ફાઇનલ થઇ ગયું છે. બીજી તરફ હરિયાણામાં ભાજપ દ્વારા ફરી એકવાર નાયબસિંહ સૈની પર પસંદગીનું કળશ ઢોળવામાં આવશે. આગામી દિવસોમાં બંને રાજ્યમાં નવી સરકાર રચાય જશે.

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં તમામ એક્ઝીટ અને ઓપિનીયન પોલ ખોટા સાબિત થયા છે. સર્વના આધારે ખૂબ જ હરખાતા કોંગ્રેસના નેતાઓને જનાદેશમાં ફરી જાકારો મળ્યો છે. હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પૈકી ભાજપ 49 બેઠકો પર જીત હાંસલ કરી ફરી સરકાર બનાવવા જઇ રહ્યું છે.

ભાજપે આ વર્ષની શરૂઆતમાં હરિયાણાના મુખ્ય પ્રધાન તરીકે નાયબ સિંહ સૈનીની નિમણૂક કરીને, વર્તમાન મનોહર લાલ ખટ્ટરને બદલીને નોંધપાત્ર વ્યૂહાત્મક પરિવર્તન કર્યું. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષની છબીને પુનજીર્વિત કરવાનો હતો અને 2024ની નિર્ણાયક ચૂંટણીઓ પહેલા જાહેર ફરિયાદોને સંબોધિત કરવાનો હતો. સૈનીની નેતૃત્વ શૈલી સ્થાનિક મુદ્દાઓ માટે વધુ પ્રતિભાવશીલ માનવામાં આવે છે, જે મતદારોમાં સકારાત્મક રીતે પડઘો પાડે છે. સીએમ તરીકેની તેમની નિમણૂક એક નિર્ણાયક સમયે આવી હતી, વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા, જે ખટ્ટરના વહીવટ સાથે સંકળાયેલા એક દાયકાની સત્તા વિરોધી ભાવનાનો સામનો કરવાનો ભાજપનો ઈરાદો દર્શાવે છે.

સીએમ સૈનીએ, તેમના અંદાજે 200 દિવસના ટૂંકા કાર્યકાળ દરમિયાન, ઘણી પહેલો અમલમાં મુકી જેને જાહેર સમર્થન મેળવ્યું. નોંધપાત્ર રીતે, તેમણે ગ્રામ પંચાયતો માટે ખર્ચ મર્યાદામાં નોંધપાત્ર વધારો કર્યો અને આર્થિક રીતે વંચિત પરિવારોને ધ્યાનમાં રાખીને સૌર ઊર્જા માટે સબસિડી યોજના શરૂ કરી. જેના સારા પરિણામો પક્ષને મળ્યા છે.

એક્ઝીટ પોલમાં જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ સરકાર બને તેવા તારણો આપવામાં આવ્યા હતા. દરમિયાન પરિણામમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનને બહુમત મળ્યો છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકોમાંથી કોંગ્રેસ-એનસી ગઠબંધનને 48 બેઠકો મળી છે. રાજ્યના મુખ્યમંત્રી પદે ઓમાર અબ્દુલ્લા સત્તારૂઢ થશે. તેવી ઘોષણા ગઇકાલે જ ફારૂક અબ્દુલ્લા કરી ચુક્યા છે. બંને રાજ્યોમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ બનાવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં હરિયાણાના મુખ્યમંત્રી નક્કી કરવા માટે નિરિક્ષકોની નિમણુંક કરવામાં આવશે. માત્ર 200 દિવસના કાર્યકાળમાં નાયબસિંહ સૈનીએ પ્રજાલક્ષી કાર્યો કરી રાજ્યમાં સતત ત્રીજીવાર ભાજપની સરકાર બને તેમાં બહુ મોટી ભૂમિકા અદા કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી પદે ભાજપ ફરી એકવાર સૈની પર પસંદગીનું કળશ ઢોળે તેવી શક્યતા હાલ દેખાઇ રહી છે.

  • હરિયાણામાં ભાજપની જીત એ બંધારણની જીત છે: સી.આર.પાટીલ
  • હરિયાણા અને જમ્મુ કાશ્મિરના ચૂંટણી પરિણામ સંદર્ભે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.

સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે હરિયાણા અને જમ્મુ કાશ્મિરના પરિણામ જાહેર થયા છે. આજના પરિણામથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર અને ભારતીય જનતા પાર્ટી પર  જનતાનો અતૂટ વિશ્ર્વાસ છે. ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઇ રહી છે. હરિયાણામાં ભાજપા સરકારે વિકાસના કરેલા કામોને કારણે જનતાએ ફરી ભાજપને સત્તા સોંપી કામ કરવાની જવાબદારી આપી છે. કોંગ્રેસે ચૂંટણી દરમિયાન સતત નેગેટીવ પ્રચાર કરવા છતાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે વિશ્ર્વાસ દાખવ્યો છે તે બદલ હરિયાણાની જનતાનો હ્રદયથી આભાર માનુ છું. હરિયાણાની જીત લોકશાહીની જીત છે. બંધારણમા વિશ્ર્વાસ મુકી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકાર ચલાવે છે અને જનતાને મોદી સાહેબ પ્રત્યે જે વિશ્ર્વાસ છે. તેની જીત છે. કોંગ્રેસના જૂઠ્ઠાણાને જનતાએ નકારી દીધા છે.

તેઓએ વધુમા જણાવ્યું કે, જમ્મુ કાશ્મિરમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ

શાહએ આંતકવાદ મુક્ત કાશ્મિરની ઝુંબેશ ચલાવી તેના સારા પરિણામ મળ્યા છે. આજે જમ્મુ કાશ્મિરની જનતા ભય મુક્ત થઇ જેના પરિણામે ભાજપ 29 બેઠકો જીતી છે.  જમ્મુ કાશ્મિરના પરિણામ પરથી સ્પષ્ટ થાય છે કે જનતા વિકાસના કાર્યો ઝંખે છે. તેમને મળેલા આઝાદી અને અધિકાર મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર વિશ્ર્વાસ રાખ્યો છે. આજે જમ્મુ કાશ્મિરની જનતાને પણ વિશ્ર્વાસ થયો છે કે તે ભારતનો જ હિસ્સો છે. જમ્મુ કાશ્મિરમા પણ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બનવા જઇ રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.