Abtak Media Google News

નેચરલ ફામિંગ ઉપર ઓનલાઇન નેશનલ સેમીનાર યોજાયો: ખેડુતોની વિશાળ સંખ્યામાં ઉ5સ્થિતિ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉદબોધન કર્યુ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે

અબતક, રાજકોટ

આણંદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમૂલ ઓડીટોરિયમમાં યોજાયેલ નેચરલ ફાર્મિંગના ઓનલાઇન નેશનલ સેમિનારમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ ઉદબોધન કર્યું હતું. આ તકે પ્રાકૃતિક ખેતિ પધ્ધતિના હિમાયતી અને પ્રખર સમર્થક રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની પણ પ્રેરક ઉપસ્થીતી રહી હતી.

જે અંતર્ગત વાહનવ્યવહાર મંત્રી  અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને નેચરલ ફાર્મિંગ ઉપરનો ઓનલાઇન નેશનલ સેમિનાર અટલબિહારી વાજપાઇ ઓડિટોરીયમ, પેડક હોલ, રાજકોટ ખાતે પણ યોજાયો હતો.

આ તકે વાહનવ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ પોતે ખેડૂત પુત્ર હોવાનું ગૌરવ અનુભવતા હોવાનું જણાવતાં કહયું હતું કે ખેડૂતોની સમૃધ્ધિ માટે પ્રાકૃતિક ખેતીની આવશ્યકતાની દિશામાં સરકાર આગળ વધી રહી છે, જેથી રાસાયણીક પાકના બદલે કુદરતી ખોરાક આપણે ખાઈ શકીશું. ખેતીવાડી સાથે બહેનો પશુપાલન કરી પૂરક રોજગારી પણ મેળવી શકે છે.

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કહયું હતું કે મેં વર્ષો અગાઉ છાણીયા ખાતરથી ખેતી કરી હતી. જયારે હવેની ખેતી મોટા ભાગે જંતુનાશક દવાઓથી થતી હોય છે. જેથી આવા પાકો ખાવાથી  આપણાં શરીરને નુકશાન થાય છે. ત્યારે જગતના તાતને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સરકાર ખૂબ સારા પ્રયત્નો કરી રહી છે.

મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટય કરાયા બાદ નાયબ ખેતી નિયામકશ્રી વી.પી.કોરાટે શાબ્દીક સ્વાગત કર્યુ હતું.

આ તકે ધારાસભ્ય  લાખાભાઈ સાગઠિયા,  કલેક્ટર  અરુણ મહેશ બાબુ, ઇનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી  જે.કે.પટેલ, પ્રાંત અધિકારી  સિદ્ધાર્થ ગઢવી, ખેતીવાડી અધિકારી સર્વ  પી.પી.મારવાડિયા, એ.એલ.સોજીત્રા, જે.સી.સતાસીયા તથા મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.