Abtak Media Google News

“સબ સલામત” હાઈકોર્ટ સમક્ષ સરકારના દાવા પોકળ “દિવાલ પર લખેલુ સૂત્ર” કેમ વંચાતુ નથી ??

રાજ્યમાં કરોનાને કારણે વણસતી જતી પરિસ્થિતિને લઇ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ ભાર્ગવ કારિયાની ખંડપીઠે સુઓમોટો લઈ રાજ્ય સરકારને સોગંદનામું રજૂ કરવા આદેશ જારી કર્યા હતા. જેને લઈ ગઈકાલે ઓનલાઇન સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે રેમડેસીવીર ઈન્જેક્શન, ઓક્સિજન તેમજ બેડની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સની સુવિધાને લઈ હાઇકોર્ટ દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેના જવાબમાં “સરકારી” વકીલ બોખલાય ગઈ હતા. હાઇકોર્ટમાં રાજ્ય સરકારે દાવો કર્યો છે કે કોવિડ -19 દર્દીઓ માટે રાજ્યભરની હોસ્પિટલોમાં પૂરતા બેડ છે આની સામે ન્યાયાધીશોની ખંડપીઠે કટાક્ષ કર્યો કે જો બેડ ખાલી પૂરતા છે તો દર્દીઓ શા માટે હોસ્પિટલમાં દાખલ થવા માટે અસમર્થ છે ?? જો એમ્બ્યુલન્સની સુવિધા ઝડપી અને સુચારુ રૂપે મળે છે તો દર્દીઓએ આખરે શા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે ? શા માટે દર્દીઓ ઇન્જેક્શન અને ઓક્સિજન માટે હોસ્પિટલની બહાર રઝળી રહ્યા છે ??

સરકાર તરફથી હાજર રહેલા વકીલ મનીષા શાહે સોગંદનામું રજુ કરતા પોતાની રજૂઆતમાં, કોર્ટને માહિતી આપી કે રાજ્યમાં કોવિડ -19 હોસ્પિટલોમાં 79,944 બેડ તેમાંથી અને 55,783 બેડ ભરેલા છે જ્યારે બાકીના ખાલી છે. સરકારના આ પ્રકારના સોગંદનામાથી તે સવાલ જરૂર ઉઠે કે આખરે દિવાલ પર લખેલું સૂત્ર કેમ વંચાતું નથી ??  મનીષા શાહે હાઈકોર્ટમાં જણાવ્યું કે, એમ્બ્યુલન્સની સુવિધા રાજ્યમાં પૂરતી છે અને દર્દીઓ કોઇ ચોક્કસ હોસ્પિટલમાં જ જવા ઈચ્છે છે દર્દીઓની આ ઇચ્છાને કારણે અમુક હોસ્પિટલમાં બેડ ફુલ થઇ ગયા છે. હાઇકોર્ટમાં સરકારે આપેલી માહિતી હકીકતની પરિસ્થિતિ તદ્દન વિપરિત છે તે સૌ કોઈ ને ખ્યાલ આવી જાય. સબ સલામતના સરકારના દાવા સતત પોકળ સાબિત થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.