Abtak Media Google News

જેતપુર તાલુકા પંચાયત કચેરી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ભૂપતભાઈ બગથરીયા દ્વારા જેતપુર તાલુકામાં વસતાં વિચરતી અને વિમુક્ત જાતી ના એવાં ગાડલીયા લુહારીયા સમાજ ના લોકોને આવક ના દાખલા, જાતી પ્રમાણપત્ર, અને ૧૦૦ ચો.મી.જમીન રહેઠાણ માટે મળી રહે તે માટે આજે જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે એક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં લુહારીયા સમાજ ના યુવા આગેવાન અને સમાજ માટે રાત દિવસ મહેનત કરી સરકારી યોજનાઓ નો લાભ આપવામાં હરહંમેશ ખડે પગે રહેનાર દેવરાજ રાઠોડ, દિલીપ રાઠોડ, હર્ષદ સોલંકી,લાલા પરમાર હાજર રહી ને પોતાના સમાજનો વિકાસ થાય તે દિશા યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી..,

આ કાર્યક્રમ માં આવક ના દાખલા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી ભાવનાબેન સોલંકી, તાલુકા પંચાયત સભ્ય એવાં જગદીશભાઈ હિરપરા, તાલુકા પંચાયત ઈ ગ્રામ ના કોમ્પ્યુટર ઓપરેટર નરેશભાઈ રાઠોડ, ગૌતમભાઈ ગોંડલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા..

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.