Abtak Media Google News

એક તરફ વાયરસ તો બીજી તરફ ફૂગ… કોરોનાને નાથવા જતા બીજી એક બીમારી ઘર કરી ગઈ છે. કોરોનાની બીજી લહેર હજુ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી નથી ત્યાં હવે મ્યુકરમાયકોસીસએ કાળો કહેર વરસાવ્યો છે. કોરોનાની હજુ બીજી લહેર સમી નથી ત્યાં આ ફૂગજન્ય રોગએ સ્થાનિક તંત્ર સહિત સરકારની ચિંતા વધારી દીધી છે. ત્યારે કોરોના કેસ વધતાં સારવાર માટે રેમડેસીવીર ઈંજેકશનોની માંગ વધી હતી તો હવે મ્યુકરમાયકોસિસના ઈંજેકશનોની માંગ વધી છે.

મ્યુકરમાયકોસીસની સારવારમાં વપરાતા લિપોસોમલ એમ્ફોટેરિસિન-બીની ઈન્જેક્શનોની માંગ સંતોષવા સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ અંગે કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે માંગને પહોંચી વળવા માટે ઉત્પાદન પણ વધારી દેવાયું છે. વધુ ને વધુ ડોઝ ઝડપી રીતે જરૂરીયાતમંદ હોસ્પિટલોને ફાળવવામાં આવે તે માટે સરકાર કટિબદ્ધ છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આજરોજ ટ્વિટ કરીને મ્યુકરમાયકોસિસના ઈંજેકશનોના ડોઝ વિશે માહતી આપતા કહ્યું છે કે, ‘જૂન -21ના ​​પ્રથમ 9 દિવસની અંદર જ ભારત સરકારે લિપોસોમલ એમ્ફોટેરિસિન-બીના 3,21,100 ડોઝ રાજ્યોને ફાળવી દીધા છે. હાલની માંગને પહોંચી વળવા સરકાર લિપોસોમલ અને કન્વેન્શનલ એમ્ફોટોરિસિન-બી’ના આયાત અને ઉત્પાદન પર સતત કામ કરી રહે છે.’

Department of Pharmaceuticalsને ટેગ કરીને મંત્રી મનસુખ માંડવીયાએ લખ્યું કે, ‘ફાર્માડેપ્ટ એમ્ફોટોરિસિન-બીની સરળતાથી અને સમયસર સપ્લાય કરવાની ખાતરી આપે છે.’ મ્યુકરમાયકોસિસ મહામારી સામે સરકાર મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. દરેક રાજ્યની જેટલી માંગ હશે તેને પોહચી વળવા કેન્દ્ર સરકાર સક્ષમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.