Abtak Media Google News

રાજયમાં કાયદો અને વ્યવસ્થાનો અમલ અને પાલન કરાવવામાં આવશે

રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા ગઇકાલે નિવૃત થયા બાદ પોલીસ મહા નિર્દેશકનો ચાર્જ સંભાળતા વિકાસ સહાયે સરકારી ભરતી પ્રક્રિયાને સુદ્રઢ બનાવવામાં આવશે અને કાયદો-વ્યવસ્થાનો અમલ તેમજ પાલન કરાવવામાં આશે તેમ જણાવ્યું છે.

રાજ્યના પોલીસ વડા પદેથી આશિષ ભાટીયાનો આઠ મહિનાનો એક્સટેન્શન સમય 31મી જાન્યુઆરી 2023માં પૂર્ણ થતાં સરકારે વચગાળાની નિયુક્તિ કરી છે.  1985 બેચના આઇપીએસ આશિષ ભાટીયાનો પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીનો કાર્યકાળ આજે પૂર્ણ થતાં તેમની ખાલી પડેલી જગ્યાનો વધારાનો હવાલો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી વિકાસ સહાયને સોંપવામાં આવે છે. તેઓ પોલીસ મહાનિર્દેશક (તાલીમ)ની જગ્યાએ ચાલુ રહેશે.

સરકારના આદેશ પછી આશિષ ભાટીયાએ ચાર્જ છોડ્યાં પછી વિકાસ સહાયે નવી જગ્યાનો ચાર્જ સંભાળી લીધો છે. તેઓ પીએસઆઇ ભરતી બોર્ડના ચે2મેન તરીકે રહી ચૂક્યાં છે. યુએન સહિત વિદેશમાં કેટલીક જગ્યાએ તેમણે ફરજ બજાવી છે. આણંદના એસપી તરીકે 1999 પછી તેમણે રાજ્યમાં વિવિધ જગ્યાએ કામ કર્યું છે. તેઓ અમદાવાદના ડીસીપી તરીકે પણ રહી ચૂક્યાં છે.વિકાસ સહાય એ 2005માં અમદાવાદ શહે2 અને 2007માં સુરત શહેરના સીપી રેન્જમાં પણ ફરજો બજાવી છે.

આઇજી સુરક્ષા તેમજ આઇજી સીઆઇડી આઇબીમાં ફરજ બજાવી છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં તેમનું યોગદાન મહત્વનું છે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે વિકાસ સહાયનો સમયગાળો જૂન 2025 સુધી હોવાથી તેઓને સરકાર આ પદ માટે કાયમી પોસ્ટીંગ આપે તેવી પણ શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.