Abtak Media Google News

બજેટમાં નિર્ધારિત કરેલા લક્ષ્ય કરતા પણ વધુ આવક કારવેરાથી મળે તેવી આશા !!!

સરકાર દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વધારવા માટે અનેકવિધ પગલાંઓ લઈ રહી છે ત્યારે દેશની રાજકોષીય ખાદને 6% સુધી નીચે લાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં બજેટમાં નિર્ધારિત કરેલા લક્ષ્ય કરતા પણ સરકારને આવકવેરા અને જીએસટીની આવકમાં વધારો થવાની આશા છે જો એ વાત સાચી સાબિત થાય તો દેશની રાજકોષી અખાદ અંકુશમાં આવી શકે છે અને દેશની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો પણ પહોંચશે. સરકાર માટે જે આવક હોય તો તે આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ દ્વારા ઉદભવિત થયેલી કરની આવક જ છે ત્યારે આ આવકથી સરકાર પોતાનો ખર્ચ વધારી શકે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ શુદ્રઢ બનાવી શકે છે એટલું જ નહીં જે જગ્યાએ કોઈ પણ પ્રકારની ખાદ ઊભી થાય તેની ભરપાઈ કરવા માટે પણ આ આવક સરકાર માટે અત્યંત ઉપયોગી નીવડે છે.

કેન્દ્ર સરકાર આ વખતે એટલે કે નાણાકીય વર્ષ 2022 23 ના અંતમાં બજેટમાં નિર્ધારિત કરેલા કરવેરા અને જીએસટીની આવકમાં વધારો થવાનો આશવાદ પણ વ્યક્ત કરી રહ્યું છે 22 વર્ષમાં 2006-07 અને 2007-08  એવીજ રીતે 2015-16 થી 2017-18માં બજેટના નિર્ધારિત લક્ષ્યાંક કરતા વધુ આવક ઊભી થઈ હતી. ત્યારે આ વર્ષે પણ સરકારને વધુ આવક ઊભી થાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. બજેટમાં જીએસટી અને આવકવેરા વિભાગની કરની આવક 15.5 લાખ કરોડ સુધી નિર્ધારિત કરવામાં આવી હતી જે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં 18 લાખ કરોડને પાર પહોંચશે તો નવાઈ નહીં. આ

વકવેરા વિભાગની સાથોસાથ જીએસટી વિભાગ નું પ્રતિમાસનું કલેક્શન પણ દોઢ લાખ કરોડ ને પહોંચી રહ્યું છે જે આવનારા નાણાકીય વર્ષ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

હાલ જે રીતે આવકવેરા વિભાગની આવક અને જીએસટી વિભાગની આવક રહી રહી છે તેનાથી સરકાર આગામી નાણાકીય બજેટ 2023-24 માં ઘરનો લક્ષ્યાંક વધારે તેવી શક્યતા છે. એટલુંજ નહિ સરકાર પણ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટને પ્રાધાન્ય આપી શકે છે. વિકાસ લક્ષી પગલાઓ પણ લઈ શકે છે. જરૂરી એ છે કે સરકાર જે આવક ઊભી થાય તેમાંથી રાજકોષીય ખાધને અંકુશમાં લીયે અને દેશની અર્થ વ્યવસ્થા ને જેટ ગતિ આપે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.