Abtak Media Google News

મુખ્યમંત્રી પાણીને જુના હેલીકોપ્ટરના થયેલા કડવા અનુભવ બાદ સરકાર ગંભીર બની

ગુજરાત સરકારના બન્ને હવાઇજહાજો અવારનવાર ખોટવાઇ જતા હોવાથી મુખ્યપ્રધાન સહિતના દિગ્ગજોને જીવના જોખમે હવાઇ સફર કરવી પડે છે. આ બન્ને હવાઇજહાજો ખરીદ્યાને ૧૦ વર્ષથી વધુ સમય વિત્યો છે. તેમ છતાં ચૂંટણીના માહોલમાં વિરોધપક્ષનો વિરોધ સહન કરવો ન પડે તે માટે નવા હેલીકોપ્ટર માટે ખર્ચ કરવામાં આવી રહ્યો નથી. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીને જ બે વખત હેલીકોપ્ટરનો કડવો અનુભવ થઇ ચુક્યો છે અને ભવિષ્યમાં પણ આ જુના હવાઇજહાજોનો કોઇ ભરોસો થઇ શકે તેમ નથી. નવુ એરક્રાફ્ટ કે હેલીકોપ્ટર ખરીદવા માટે અગાઉ દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ આ ફાઇલ સરકારમાં અટવાઇ ગઇ છે. જેના ઉપર કોઇ નિર્ણય થયો નથી. પરંતુ હવે મુખ્યમંત્રી અને મંત્રીઓ જીવના જોખમે હવાઇ સફર ખેડતા હોવાથી સરકાર ખખડધજ એરક્રાફ્ટની જગ્યાએ ૧૫૦ કરોડના ખર્ચે નવુ હવાઇજહાજ ખરીદશે.

ગત શનિવારે હેલીકોપ્ટરમાં ખામી સર્જાવાને કારણે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીને અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું. આ અગાઉ મહારાષ્ટ્રમાં પણ આવી જ ઘટના બની હતી. ત્યારે હવે ગુજરાત સરકાર જુના હેલીકોપ્ટર બાબતે વધુ ગંભીર બની છે અને નવુ એરક્રાફ્ટ ખરીદવા બાબતે કવાયત શ‚ કરી છે. આ અંગે નાગરીક ઉડ્ડયન વિભાગના મંત્રી બાબુભાઇ બોખીરીયાએ કહ્યું હતું કે, નવુ હેલીકોપ્ટર કે એરક્રાફ્ટ ખરીદવા અંગે ટેકનીકલ નિષ્ણાંતોની સલાહ લેવામાં આવી રહી છે અને નવુ એરક્રાફ્ટ અથવા હેલીકોપ્ટર ખરીદવા માટેનો નિર્ણય પણ કરી લેવામાં આવ્યો છે. તે અંગે ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે.

ચાલુ વર્ષના પ્રજાસત્તાક દિને મુખ્યમંત્રી ‚પાણીને આણંદમાં જુના હેલીકોપ્ટરનો કડવો અનુભવ થયો હતો જેમાં હેલીકોપ્ટર ટેકઓફ જ ન કરી શકતા ‚પાણીને રોડ વાટે ગાંધીનગર જવુ પડ્યુ હતું. ત્યારબાદ હવે હિમ્મતનગર નજીક ટેકનીકલ ખામીને કારણે હેલીકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડીંગ કરવાનો વારો આવ્યો હતો. વારંવાર આવા બનાવો બની રહ્યા હોવાથી આખરે સરકારે નવુ એરક્રાફ્ટ ખરીદવાની દિશામાં કામગીરી શ‚ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.