Abtak Media Google News

વડાપ્રદાન નરેન્દ્ર મોદી ૧૪મી એપ્રિલે નાગપુરમાં ભાષણ આપશે તેમજ લકકી ગ્રાહક અને ડીજી ધન વ્યાપાર યોજનાના ૬ મોટા વિજેતાઓને પુરસ્કાર આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર ભાષણમાં કેશલેસ ટ્રાન્જેકશનોને વેગ આપવા અને દેશભરમાં એક મહીના માટે કાર્યરત થનાર સરકારના મનોરથ અભિયાન દ્વારા સરકારી અધિકારીઓ અને લોકોને ડીજીટલ પેમેન્ટ કરવા માટે પ્રોત્સાહીત કરશે.

ઉલ્લેખનીય છે કે, કેશલેસ ઇકોનોમી અને ડીજીટલ ઇન્ડિયા પ્રોજેકટોને સફળતા પૂર્વક પાર પાડવા માટે મોદી સરકાર અથાગ પ્રયત્નો હાથ ધરી રહી છે. એક સીનીયર અધિકારીઓ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ એપ્રિલના રોજ આંબેડકરની જન્મ જયંતિ નીમીતે નાગપુરમાં ભાષણ આપશે અને લકકી ગ્રાહક યોજના અને ડીજી ધન વ્યાપાર યોજનાના ૬ મોટા વિજેતાઓને પુરસ્કાર આપશે. દુરદર્શન પર આ કાર્યક્રમનુ: બપોરના ૧૨.૨૫ થી ૧.૪૦ વાગ્યા સુધી લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ માટે રાજયોને પીએમના આ કાર્યક્રમમાં વિઘાર્થીઓને, અનુસુચિત જાતિ-જનજાતિ સમુદાયના ખેડુતો, અને વ્યાવસાયિકોને આમંત્રિત કરવા માટે કહ્યું છે પ્રત્યેક સ્થળ ઉપર ભીમ એપ અને આધાર પે ની પ્રચાર સામગ્રી હશે.

વ્યવસ્થા માટે દરેક જીલ્લાને ૫ લાખ ‚પિયાની વહેંચણી કરવામાં આવશે. જયારે મોટાજીલ્લાઓમાં ૧૦ લાખ ‚પિયા ફાળવાશે.

૧૫ એપ્રિલથી કેશલેસ ટ્રાન્જેકશન માટે સરકારી અધિકારીઓ અને તમામ લોકોને પ્રોત્સાહીત કરવા મોદી સરકારનો એક મહીના માટેનો મનોરથ અભિયાન શરુ થવાનો છે. ડીજીટલ પેમેન્ટોને વેગ મળે તે માટે સૌપ્રથમ રાજયોમાં તમામ સરકારી અધિકારીઓને પ્રોત્સાહિત કરાશે  ત્યારબાદ આ રાજયો પ્રજાને પ્રોત્સાહીત કરશે. આ માટે બધા રાજયોમાં ૧૫ એપ્રીલથી ૨૫ એપ્રિલ સુધી જાગૃકતા અને ટ્રેઇનીંગ કાર્યક્રમ ગોઠવાશે. બંધી ગ્રામ પંચાયતોમાં ટ્રેઇનીંગ આપવા માટે ૨૬ એપ્રિલથી ૧૫ મે સુધી ગ્રામ સભા યોજવાનું કહેવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.