16 કરોડ ડોઝ માટે સરકારનો 2500 કરોડનો બુસ્ટર ડોઝ !!    

0
65

હાલ કોરોના સામે રસીકરણ જ રામબાણ ઈલાજ સમાન મનાય રહ્યું છે. રસીની કિંમતો, અસર તેમજ વહેંચણી અને સંગ્રહને લઈ રસીની રસ્સાખેંચ જામી હતી પરંતુ આવા સમયે વેક્સિન ઉત્પાદક કંપનીઓ અને સરકાર વચ્ચે હવે જાણે રસીની રસ્સાખેંચ ઊભી થઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં લંડનમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન સિરમ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન અદાર પુનાવાલાએ કહ્યું કે અમારી પર દબાણ છે. એક તરફ તેની વ્યાપક જરૂરિયાત છે તો બીજી તરફ અમને પૂરતું ભંડોળ મળતું નથી. બીજા તબક્કાના રસીકરણ માટે સરકારે ઓર્ડર પણ આપ્યો નથી. અદાર પુનાવાલાના આ નિવેદન બાદ સરકારે સ્પષ્ટતા કરવી પડી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે સિરમ ઈન્સ્ટિટ્યૂટ અને  ભારત બાયોટેક કંપનીને સરકારે 16 કરોડ ડોઝ માટે એડવાન્સમાં જ 2500 કરોડ રૂપિયાનું બુસ્ટર ડોઝ ફાળવી દીધું હતું.

સરકારે સોમવારે જણાવ્યું કે તેમણે રૂ. 2,500 કરોડથી વધુની એડવાન્સ  રકમ ચૂકવી દીધી છે.  સીરમ અને ભારત બાયોટેક કોવિડના 16 કરોડ ડોઝની સપ્લાય મે અને જુલાઈ વચ્ચે કરવાની છે. જેનું ભંડોળ ફાળવી દેવાયું છે. એક ડોઝ દીઠ રૂ. 160ના ભાવ ચૂકવાયા છે.

એસઆઈઆઈના સીઈઓ આદર પૂનાવાલાએ સૂચવ્યું ઈન્ટરવ્યૂ દરમિયાન એમ પણ કહ્યું હતું કે અમારી કંપનીએ ક્ષમતા વધારવાની જરૂર છે. પરંતુ પૂરતું ભંડોળ ન હોવાથી કેન્દ્ર સરકારે કિંમતમાં વધારો કરવો જોઇએ. આ ઉપરાંત, 18 વર્ષથી વધુ લોકો માટે પણ રસીકરણ શરૂ કરતાં પહેલા પૂરતી રસી ન લેવા બદલ અમારે પણ આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here