Abtak Media Google News

અબતક, રાજકોટઃ સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોનાકાળમાં પ્રભાવિત થયેલી ભારતીય અર્થવ્યવસ્થામાં પ્રાણ પૂરવા માટે ખાસ આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે કુલ 8 આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં DAP અને P&K ફર્ટિલાઇઝરની સબસીડીનો પણ સમાવેશ થયો છે. જેમાં 27,500 કરોડનો વધારો કરી 42, 275 કરોડ કરવામાં આવી છે.

નાણામંત્રીએ જાહેર કરેલા રાહત પેકેજ પર નજર કરીએ તો તેઓએ જણાવ્યું કે વર્ષ 2021-22ની રવી પાક સીઝનમાં ઘઉંની રેકોર્ડબ્રેક 432.48 લાખ MT આવક થઇ છે, જે ગત વર્ષ 2020-21માં 389.92 લાખ MT હતી. આ સિવાય NBSની સબસીડી જે વર્ષ 2020-21માં 27,500 હતી તેમાં વધારો કરી નાણાકીય વર્ષ 2021-22માં 24,275 કરોડ કરવામાં આવી છે. તો 85,413 કરોડ ખેડૂતોને ચૂકવવામાં આવશે. સાથે જ વધારાના 14,775 કરોડ રૂપિયા પ્રોવાઇડ કરવામાં આવશે. જેમાં DAPમાં 9,125 કરોડ એડિશનલ સબસીડી રાખવામાં આવી છે. તથા કોમ્પ્લેક્ષ ફર્ટિલાઇઝરના NPKમાં 5,650 કરોડ એડિશનલ સબસીડી રાખવામાં આવશે.

આજે બપોરે પત્રકારોને સંબોધન કરતા નિર્મલા સીતારમણે કોરોનાથી પ્રભાવિત થતાં ઉદ્યોગ ક્ષેત્રો માટે અને વ્યાપાર ધંધા માટે રાહતનો બુસ્ટર ડોઝ જાહેર કર્યો હતો. કોરોના પ્રભાવિત થયા હોય તેવા સેકટર માટે 60,000 કરોડની ક્રેડીટ ગેરંટી જાહેર કરવામાં આવી હતી. અન્ય ક્ષેત્રને 8.25 ટકાના વ્યાજદરે ધીરાણ આપવાની મહત્વની ઘોષણા કરવામાં આવી હતી. નોન મેટ્રો મેડિકલ ઈન્ફાસ્ટ્રકચર માટે રૂા.50,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. હેલ્થ સેકટર માટે 7.95 ટકાના વ્યાજદરે ક્રેડીટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અન્ય સેકટર માટે લોનનો વ્યાજદર 8.25 ટકા રહેશે. નવા પ્રોજેકટને 3 વર્ષ માટે સરળ શરતો સાથે ધીરાણ પુરું પાડવામાં આવશે.

દરેક ગ્રામ પંચાયત હવે ઝડપથી ડિજિટલ બનશે, નાણા મંત્રીની મોટી જાહેરાત

ટુરિઝમને ‘રાહતનું ઈન્જેકશન’: પ્રવાસીઓને આકષર્વા સરકારની મોટી જાહેરાતો

રાહતોનો પટારો ખૂલ્યો…. નાના ધંધાર્થીઓ માટે આર્થિક સહાયની મોટી જાહેરાત, જાણો તમને શું થશે ફાયદો

વિશ્વભરના અનેક નાના મોટા દેશોમાં કોરોનાની આર્થિક મંદીએ મોટી સમસ્યા સર્જી છે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અર્થતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતના પટારા ખોલી દીધા છે. તેમણે પેકેજ આપતી વખતે આપેલા વકતવ્યમાં જણાવ્યું હતું કે, ભારત આ કટોકટીકાળમાં પોતાની આર્થિક શક્તિ બતાવવામાં સમર્થ નિવડ્યું છે. વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકારે લાંબાગાળાના આયોજનથી સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક બની ગયેલી કોરોનાની મંદીથી ભારતનું અર્થતંત્ર જરા પણ વિચલીત થયું નથી. આત્મનિર્ભર ભારત, સ્કીલ ઈન્ડિયા અને ખાસ કરીને ઉદ્યોગોકી વિકાસની સાથે સાથે કૃષિ અને કૃષિકારના આર્થિક ઉન્નતિ માટે લીધેલા પગલાઓ અર્થતંત્ર માટે આશિર્વાદરૂપ બન્યા છે. આર્થિક રીતે અર્થતંત્રને મજબૂત કરવા માટે લેવાયેલા 8 પગલાથી દેશનું અર્થતંત્ર પુરપાટ ઝડપે આગળ વધશે. આવતા ત્રિમાસીક ગાળામાં વિકાસદરને ડબલ ડીઝીટમાં લઈ જવાનું પગલું અસરકારક બનશે. ઈસીએલજીએસ ફંડીંગ લીમીટ 4 માંથી 4.5 લાખ કરોડ કરવામાં આવી છે. જ્યારે એમએફઆઈએસને 25 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નવા પ્રોજેકટોને સાકાર કરવા માટે 3 વર્ષની મુદતની લોન સહિતની યોજનાઓ થકી અર્થતંત્રને વેગવાન બનાવવામાં આવશે. નાણામંત્રીના આ બુસ્ટર ડોઝથી આર્થિક ઉન્નતિ અને અર્થતંત્રને નવી પાંખો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.