Abtak Media Google News

ઉત્ખનનથી મળી આવેલી આ સાઇટ પર પૌરાણિક અવશેષો એ જમાનાની પાણી નિકાલ અને સંગ્રહ કરવાની  વિવિધ વ્યવસ્થા જળ વ્યવસ્થાપન, દીર્ધદ્રષ્ટિના પૌરાણિક પથ્થરથી બાંધકામ વગેરેથી વાકેફ થયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઇકાલે કચ્છમાં આવેલ હરપ્પન સંસ્કૃતિના અંદાજે ચારથી પાંચ હજાર વર્ષ પુરાતન મનાતા શહેર ધોળાવીરા સાઇટની મુલાકાત લીધી હતી.ઉત્ખનનથી મળી આવેલી આ સાઇટ પર પૌરાણિક અવશેષો, એ જમાનાની  પાણી નિકાલ અને સંગ્રહ કરવાની અલગ અલગ વ્યવસ્થા, જળ વ્યવસ્થાપન ની  દીર્ધ દષ્ટિ, પૌરાણિક પત્થરથી  બાંધકામ વિગેરે નિહાળી અહીં થયેલા સંશોધનો અને ઇતિહાસવિદો ના તારણો વિશે વાકેફ થયા હતા. તેઓએ આર્ક્યોલોજી વિભાગના મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.

Img 20201110 Wa0262

રાજ્યપાલએ આજે ખદીર બેટ વિસ્તારમાં મળી આવેલા  જુરાસિક સમય કાળના વૃક્ષઅસ્મિઓ કે જે પથ્થર જેવા દેખાય છે તેવા ભૂપૃષ્ઠમા પડેલા વૃક્ષો, દરિયાઈ જીવ અસ્મિઓ નિહાળી કચ્છમાં રહેલી જૈવ વિવિધતા અને પાણીને લીધે દરિયા જેવા દેખાતા રણનો નજારો નિહાળ્યો હતો. અહીં વનવિભાગ અને પ્રવાસન કોર્પોરેશનના સંકલનથી ફોસીલ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. જેમાં નિષ્ણાંતોના મતે છ કરોડ વર્ષ પુરાણું મનાતું ૧૦ મીટર લાંબુ અને૧.૫મીટર નો વ્યાસ ધરાવતું વૃક્ષ અસ્મિ નિહાળ્યુ હતું. આ  દુર્લભ અશ્મિ  લોકોને આગામી સમયમાં જોવા મળશે. રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં પૌરાણીક સંસ્કૃતિ ના અવશેષો ના રક્ષણની વ્યવસ્થા સાથે તેને પ્રવાસન સાથે જોડવાની કામગીરી અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ધોળાવીરા સાઇટ અને મ્યુઝિયમ અંગેની માહિતી આર્કિયોલોજી આસિસ્ટન્ટ  શ્યામ કુમારે આપી હતી જ્યારે ફોસીલ પાર્ક ની માહિતી ફોરેસ્ટ અધિકારી  શૈલેષ પટેલે આપી હતી આ વેળાએ ધોળાવીરાના સરપંચ  જીલુભા સોઢા તેમજ પ્રાંત અધિકારી  જાડેજા ઉપરાંત પુરાતત્વ ફોરેસ્ટ પોલીસ અને પ્રવાસન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

સફેદ રણમાં સૂર્યાસ્તનો નજારો માણતા રાજયપાલ

Img 20201111 020012

વિશ્વના નકશા પર કચ્છનો ધોરડો પર્યટન રણભૂમિ ધરાવે છે. જયાં સુધી નજર જાય ત્યાં સુધી સફેદ ચાદર બિછાવેલ સફેદ રણનો અદભૂત નજારો ખાસ જોવા જેવો છે.અહીં સૂર્યાસ્ત અકલ્પનિય નજારો જોવા મળે છે. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ સહપરિવાર ધોરડો સ્થિત સફેદ રણની મુલાકાત લીધી હતી.સફેદ રણ ખાતે સૂર્યાસ્તરનો નજારો તેમણે મનભરીને સહપરિવાર સાથે માણ્યો હતો.

વિશ્વના પ્રવાસન સ્થળોમાં અગ્રીમ હરોળમાં સ્થાન પામતું ઘોરડો

કચ્છના ઘોરડો, ધોળાવીરા સરહદી વિકાસના મોડેલ

ભૂજ, ભચાઉ, લખપત, રાપર તાલુકાના ૧૦૬ ગામો લાભાન્વિત

Img 20201111 015301

સરકારના સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ સરહદ તાલુકાઓના ગામોમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તેમજ સરહદ વિસ્તારમાં રહેતા લોકોમાં સલામતીની ભાવના અને આર્થિક ઉન્નતિની તકો ઉભી કરવી જેવા હેતુ સમાએલા છે.

ભારત દેશ ૭ દેશોની જમીન સીમા સાથે જોડાયેલ છે. જેમાં સૌથી વધુ જમીન સીમા બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. જયારે દેશના ૧૬ રાજયો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશો ૧૧ જિલ્લાઓના ૩૯૬ તાલુકાઓમાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અમલી છે. રાજયના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા પૈકી ૭ તાલુકાના કુલ ૧૫૮ ગામો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના લખપત, ભુજ, ભચાઉ અને રાપર તાલુકાના ૧૦૬ ગામો આ કાર્યક્રમના લાભાન્વિત ગામો છે.

Img 20201111 015340

જે પૈકી લખપત તાલુકાના ૪૯, ભુજના ૩૩, ભચાઉના ૧૧ અને રાપર તાલુકાના ૧૩ ગામોમાં વિવિધ ૮ કામો અમલી છે. સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ મંજુર થયેલા કામોના નિર્ધારિત કામો મુજબના સરકારી ધારાધોરણ મુજબ રૂ.પાંચ લાખ સુધીના કામો તાલુકા વિકાસ અધિકારી અથવા સબંધિત કચેરી મંજુર કરે અને જો રૂ.પાંચ લાખથી વધુ રકમના કામો હોય તો માર્ગ અને મકાન રાજય અથવા પંચાયત વિભાગ અથવા તો સબંધિત કચેરી દ્વારા મંજુર કરવામાં આવે છે.

સરકારની નવી ગાઇડલાઇન ૨૦૨૦ મુજબ હવે કુલ ૧૧ કામો નકકી કરવામાં આવ્યા છે. જિલ્લાના ૧૦૬ ગામોની ૧,૦૯,૨૦૬ ની વસતી આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવી છે. ૪૨૫ ની વસતી ધરાવતું ભુજ તાલુકાનું ધોરડો ગામ સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ આજે વિશ્વમાં નોંધનીય બન્યું છે. વર્તમાનમાં વિવિધ નોંધનીય ૪૦ જેટલા મુદાઓ અને વિકાસ રોજગારીની દષ્ટિએ ધોરડો ઉદાહરણરૂપ છે. બન્નીની પ્રજા અને વિસ્તારમાં ધોરડો જુથ ગ્રામ પંચાયતે ખુબજ ટુંકાગાળામાં ટુરિઝમ ડેવલોપમેન્ટ, હેન્ડીક્રાફટ, ક્ધયા કેળવણી, સ્થાનિક રોજગારી, પ્રવાસન, ભૂંગાઓ, બેંક, શૌચાલય, ઈ કનેકટીવીટી, પાયાની તમામ આધુનિક સગવડો સાથે આ વિકસિત પ્રવાસન સ્થળ તરીકે રોજગારી આપતું ધમધમતું ગામ છે. જેનો પાયો નંખાયો હતો સરહદી વિસ્તાર, વિકાસ કાર્યક્રમના રોજગારી અને પ્રવાસન માટેના ગેટ વે ટુ રણ રીસોર્ટથી કલેકટરના અધ્યક્ષસ્થાને ધોરડો સર્વાસન વિકાસ ટ્રસ્ટ ચલાવે છે.  જેને ધોરડો જુથ ગ્રામ પંચાયત હેઠળ સમાવિષ્ટ ઉડો સીનીયાડો અને પાટગર ગામો પણ આર્થિક રીતે સમૃધ્ધ બની પ્રવાસન, હેન્ડીક્રાફટ અને સંસ્કૃતિમાં કાઠું કાઢી રહયા છે.

સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ પ્રારંભ કરેલી વિકાસ યાત્રા આજે વિશ્વના આંખે ઉડીને વખાણાય છે ત્યારે ગ્રામ્ય સરપંચશ્રી મિંયાહુસેનભાઇ મુતવા વિકાસ સાથે સંકળાયેલ તમામનો આભાર માને છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮-૧૯નો નેશનલ ટુરિઝમનો એવોર્ડ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો ગામને અર્પણ કરવામાં આવ્યો છે.

સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૧૪-૧૫થી લઇ વર્ષ ૨૦૧૮-૧૯ સુધી કચ્છમાં રૂ.૧૩૫૦૬.૨૬ લાખના કુલ ૧૦૦૨ વિવિધ કામો થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.